Advertisement

Responsive Advertisement

IPL 2022: પ્લેઓફ મેચમાં 3 ટીમોએ જમાવ્યું સ્થાન, ચોથી ટીમ માટે રસાકસી


- ગુજરાત ટાઈટન્સની ટીમ 20 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે

મુંબઈ, તા. 17 મે 2022, મંગળવાર

દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) IPL 2022માં (IPL 2022) પહેલીવાર સતત 2 મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ટીમે સોમવારે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સને 17 રનથી હરાવ્યું હતું. 13 મેચના રોજ આ તેની 7મી જીત છે. હાલ આ ટીમ ટેબલમાં ચોથા સ્થાન પર છે. આ લીગ રાઉન્ડનું છેલ્લું અઠવાડિયું છે. જેમાં 70માંથી 64 મેચ રમાઈ ગઈ છે અને માત્ર 6 મેચ બાકી છે. ટેબલ પર નજર કરીએ તો 3 ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નિશ્ચિત છે. હવે માત્ર ચોથી ટીમ માટે જંગ જારી છે. ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ 20 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. રાજસ્થાન અને લખનૌની એક-એક મેચ છે અને બંનેના 16-16 પોઈન્ટ છે.


રાજસ્થાન રોયલ્સ 

ટીમનો રનરેટ પ્લસમાં છે. ટીમે રવિવારે લખનૌને હરાવ્યું હતું. જ્યારે RCBની રનરેટ નેગેટિવમાં છે. રાજસ્થાને 20 મેના રોજ છેલ્લી મેચમાં CSKનો સામનો કરવો પડશે. તેની નેટ રનરેટ લખનૌ અને RCBથી નીચે આવશે જ્યારે તેને CSK તરફથી હાર મળશે. આ સાથે જ RCBની ટીમે ગુજરાતને 70થી વધુ રનથી હરાવ્યું હતું.


લખનૌ સુપર જાયન્ટ્સ 

સતત હારના કારણે લખનૌનો રન રેટ ઘટી ગયો છે પરંતુ તે હજુ પણ પલ્સમાં છે. જો ટીમ 18 માર્ચના રોજ KKR સામે લગભગ 80 રનથી હારી જાય તો ટોપ-3ની રેસમાંથી બહાર થઈ શકે છે. બીજી તરફ RCBની ટીમે ગુજરાતને 70 રનથી હરાવવું પડશે.


 રોયલ ચેલન્જર્સ બેંગલોર 

ટીમે અત્યાર સુધી 13માંથી 7 મેચ જીતી છે પરંતુ ટીમનો રન રેટ ખૂબ જ નબળો અને માઈનસમાં છે. મુંબઈ સિવાય તેની રનરેટ સૌથી ખરાબ છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચ જીત્યા બાદ પણ તેનું પ્લેઓફમાં સ્થાન સુરક્ષિત નથી. જો દિલ્હીની ટીમ જીતશે તો વિરાટ કોહલીની ટીમ RCBને ફરી રાહ જોવી પડશે. કોહલી અત્યાર સુધી IPLનું એકપણ ટાઈટલ જીતી શક્યો નથી.


 દિલ્હી કેપિટલ્સ 

દિલ્હી કેપિટલ્સની રન રેટ પણ પ્લસમાં છે. તેના હાલમાં 13 મેચમાં 14 પોઈન્ટ છે. છેલ્લી મેચમાં તેનો સામનો 21 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. જો ટીમ આ મેચ જીતશે તો તેને 16 પોઈન્ટ મળશે અને રન રેટ વધી જશે પરંતુ જો તેઓ આ મેચ હારી જશે અને RCB ટીમ ગુજરાતને હરાવશે તો દિલ્હીની ટીમ બહાર થઈ જશે. જો બંને ટીમો છેલ્લી મેચમાં હારી જાય છે તો 14 પોઈન્ટ ધરાવતી ટીમો રેસમાં આવી શકે છે.



https://ift.tt/DR5MJmw from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ifUROGT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ