- પાલિકાના નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવમાં સુરતીઓ ઉમટી પડ્યા
- વેકેશનમાં સોમવારે નેચર પાર્કની રજા પણ રદ્દ થઇ, ટિકિટ બારીઓ પર સુરતીઓની લાઈન
સુરત,તા. 23 મે 2022,સોમવાર
હાલમાં પડેલા વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે. લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.
સ્કૂલ અને કોલેજમાં વેકેશન પડવાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકાનું પ્રાણીસંગ્રહાલય (નેચર પાર્ક) હાલ મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યો છે. વેકેશન ની રજા ઉપરાંત શનિ-રવિના દિવસોમાં નેચર પાર્કમાં કીડીયારું ઉભરાતું હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે. હાલ ગરમીના માહોલમાં કુદરતી વાતાવરણ એવા નેચર પાર્કમાં લોકોની ભીડ વધી રહી છે. સામાન્ય દિવસોમાં પાલિકાના નેચર પાર્કમાં સોમવારે રજા હોય છે પરંતુ હાલ વેકેશનમાં લોકોનો ધસારો જોઈને સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે.
આવી જ રીતે શહેરની મધ્યમાં આવેલા ગોપી તળાવમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બપોર પછી ગોપી તળાવ બંધ થાય ત્યાં સુધીમાં અનેક મુલાકાતીઓ ગોપી તળાવમાં મનોરંજન માટે આવી રહ્યા છે. ગોપી તળાવમાં બોટિંગ કરી લોકો ગરમી થી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેચર પાર્ક ની જેમ સની અને રવિવારના દિવસે ગોપી તળાવ નેચર પાર્ક પણ મુલાકાતીઓ થી હાઉસફુલ થઈ રહ્યું છે.
ગોપી તળાવ અને નેચર પાર્ક ની જેમ પાલ ખાતે આવેલો મહાનગરપાલિકાનું એક્વેરિયમ પણ સુરતીઓ માટે હોટફેવરિટ બની રહ્યું છે. કોરોના સમયમાં માત્ર ઓનલાઇન બુકિંગ કરવામાં આવતું હતું પરંતુ હવે એક્વેરિયમની બહાર ટિકિટ મેળવવા માટે મુલાકાતીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
આ ઉપરાંત હાલના વેકેશનમાં સુરત મહાનગરપાલિકાના મોટાભાગના ગાર્ડનમાં લોકોની ભીડ જામી રહી છે.
https://ift.tt/nbQ65li from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XyY25VH
0 ટિપ્પણીઓ