- સબસીડી મેળવવા માટે આવાસના લાભાર્તીઓ ધરમ ધક્કા ખાઈ રહ્યાં છેઃ સરકારી તંત્રની ચલકચલાણીની રમત
સુરત,તા.23 મે 2022,સોમવાર
સુરત મ્યુનિ. વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ આવાસના લાભાર્થીઓને કેટલીક બેંકની આળસના કારણે સરકારની સબસીડી મળતી નથી. સબસીડી મેળવવા માટે લાભાર્થીઓને ધરમ ધક્કા ખાવો પડી રહ્યાં છે. સરકારી તંત્ર લાભાર્થીઓને સબસીડી આપવા માટે ચલક ચલાણીની રમત રમી રહ્યાં છે. જેના કારણે સરકારી સબસીડી મેળવી આવાસ મેળવનારાઓની હાલત કફોડી થઈ રહી છે. સબસીડીથી વંચિત લોકો અધિકારીઓ અને રાજકારણીઓની વચ્ચે પીસાઈ રહ્યાં હોવાથી તેઓ હવે આવાસ લઈને પસ્તાઈ રહ્યાં છે.
સુરત મ્યુનિ. વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ આવાસ યોજના બની રહી છે આ લાભાર્થીઓને સરકારની યોજના હેઠળ 2.65 લાખથી ત્રણ લાખ જેટલી સબસીડી આપવામા આવે છે. સરકારની સબસીડીના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લાભાર્થીઓને મોટી રાહત થઈ રહી છે. સરકાર દ્વારાસબસીડીની જાહેરાત કરવામાં આવી હોવાથી અનેક લોકોએ સબસીડીની ગણતરી કરીને સરકાર કે પાલિકાની યોજનાહેઠળ આવાસ લીધા છે. પાલિકાએ આવાસ ફાળવ્યા બાદ લોનની પ્રક્રિયા હાથ ધરવામા આવે છે. મોટા ભાગના લાભાર્થીઓને લોન સાથે સબસીડી મળી જતાં તેઓના વ્યાજ અને હપ્તામાં રાહત થઈ છે.
જોકે, કેટલીક બેંક દ્વારા સબસીડી આપવામા અખાડા કરવામાં આવી રહ્યાં છે. બેંક દ્વારા સબસીડી માટે ઉડાઉ જવાબ આપીને લાભાર્થીઓને પાલિકા મોકલવામાં આવે છે. પાલિકામાંથી અધિકારી અને પદાધિકારીને રજુઆત બાદ તેઓને કલેક્ટર કચેરી મોકલવામા આવે છે. આમ યોજના હેઠળ સબસીડી મેળવવા માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યાં છે. આવા અનેક લાભાર્થીઓને સબસીડી આપવામા લાભાથીઓએ સરકારની આવીન હોવાથી તેઓએ પુરી૨કમનું વ્યાજ હાલ ભરવુંપડી રહ્યું છે. સબસીડીથી ચિત લાભાર્થીઓને પુરા પૈસા ભરવાનું આવતાં તેઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. સબર્સીડીના ભરોસે આવાસ લઈને હવે કેટલાક લાભાર્થીઓ પસ્તાઈ રહ્યાં છે. સરકાર દ્વારા સબસીડી આપે છે અને તેના માટે લાભાર્થીઓ પુરા પુરાવા આપતાં હોવા છતાં ગ્રાન્ટ નથી કે અન્ય ક્વેરી કાઢીને સબસીડી આપવામાં ન આવતાં હવે લાભાર્થીઓ આવાસ લઈને પસ્તાઈ રહ્યાં છે. આવા લાભાર્થીઓ દરેક જગ્યાએ રજુઆત કરીને સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી તાકીદે મળે તેવી માંગણી કરી રહ્યા છે.
https://ift.tt/0tKCVfj from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qtT3Vpu
0 ટિપ્પણીઓ