
Bhavnagar News : ભાવનગરમાં બુટલેગરોએ પોલીસની ટીમ પર એસિડ એટેક કરવાનો પ્રયાસ કર્યો હોવાનું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસ અને બુટલેગર વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં બુટલેગર કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ડિલિવરી આપવા જઈ રહ્યો હોવાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમને બાતમી મળતાં સ્થળ પર રેડ મારી હતી. આ દરમિયાન પોલીસ કારમાં રહેલો દારૂનો જથ્થો જપ્ત કરવા અને આરોપીને ઝડપી પાડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પોલીસ પર આરોપીઓ એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
https://ift.tt/6BmuDyZ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0PpuLag
via IFTTT
0 ટિપ્પણીઓ