
Ahmedabad News: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં શહેરની એક ઊંચી પાણીની ટાંકી પર જેસીબી મશીન ચાલતું જોવા મળે છે. વીડિયો જોઈને અનેક લોકોએ તો પોતાની આંખો પર વિશ્વાસ ન કર્યો, કોઈને લાગ્યું કે આ 'AI' (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) થી બનાવેલો વીડિયો છે તો કોઈએ તેને એડિટિંગની કરામત માની. પરંતુ, હકીકત તપાસતા માલૂમ પડ્યું છે કે આ કોઈ ગ્રાફિક્સ નથી, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવાયેલો એક ચોંકાવનારો પણ સ્માર્ટ નિર્ણય હતો.
લોકોએ ઝૂમ કરી કરીને જોયો વીડિયો
સારંગપુર વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી પર જ્યારે જેસીબી મશીન ફરતું દેખાયું ત્યારે નીચે ઉભેલા લોકો અચરજમાં મૂકાઈ ગયા હતા.
https://ift.tt/oWJA2p4
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SpiW9FI
via IFTTT
0 ટિપ્પણીઓ