Breaking News

લોડ થઈ રહ્યું છે...

પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો

 વડોદરા,પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં વીજ કંપનીના બિલના બાકી નાણાંના પગલે વીજ જોડાણ કાપવા ગયેલા  વીજ કંપનીની સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇ તાલુકાના પીસાઇ ગામે પાટણવાડિયા ફળિયામાં રહેતા જતીન અંબુભાઇ પાટણવાડિયા તથા આસિસ્ટન્ટ લાઇન મેન પ્રવિણભાઇ ભોઇ આજે પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં વીજ બિલના નાણાં નહીં ચૂકવનાર મકાન માલિકનું વીજ જોડાણ કાપવા માટે ગયા હતા. વાડી બાવામાનપુરા વીમા દવાખાના પાસે અજમલ મહેદી યુસુફ તથા સિદ્દીક યુસુફભાઇ બોજાવાલાનું વીજ કનેક્શન કાપી વીજ કંપનીનો સ્ટાફ પરત જતો હતો. તે દરમિયાન નુસરત ભોજાવાલા એકદમ ઘરની બહાર આવીને ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે વીજ કંપનીના સ્ટાફને ધક્કો મારી ટુ વ્હિલર પરથી નીચે પાડી દઇ ઝપાઝપી કરી હતી.


https://ift.tt/Qtg9yJn
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Ggoqw3U
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ