ગુજરાત ટાઈન્ટસના મેથ્યુ વેડે આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં કરી તોડફોડ, હવે લટકી રહી છે સજાની તલવાર

અમદાવાદ,તા.20 મે 2022,શુક્રવાર

ગુજરાત ટાઈટન્સના વિકેટ કીપર તેમજ મૂળ ઓસ્ટ્રેલિયન પ્લેયર મેથ્યુ વેડે ડ્રેસિંગ રૂમમાં કરેલી તોડફોડ બાદ ક્રિકેટ બોર્ડે તેની આકરી ઝાટકણી કાઢી છે.

મળતી વિગતો પ્રમાણે ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં વેડને એલબીડબલ્યુ આઉટ અપાયો હતો. જોકે નિર્ણયથી વેડ નારાજ દેખાતો હતો. મેથ્યુ વેડે ડીઆરએસ પણ લીધુ હતુ. જોકે અલ્ટ્રા એજમાં બેટ પેડ પર ટકરાતા પહેલા મેથ્યુ વેડના બેટને સ્પર્શીને ગયો હતો કે નહીં તે સ્પષ્ટ થયુ નહોતુ. જેના પગલે થર્ડ અમ્પાયરે મેથ્યૂ વેડને આઉટ આપવાના ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જોકે કોહલીએ પણ મેદાનમાં વેડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

એ પછી વેડે ડ્રેસિંગરૂમમાં જઈને પહેલા તો પોતાની હેલમેટ ફેંકી હતી અને સંખ્યાબંધ વખત બેટ જમીન પર પટક્યુ હતુ.

જોકે ક્રિકેટ બોર્ડે આ વાતની ગંભીર નોંધ લીધી છે. વેડની બોર્ડે ઝાટકણી કાઢી છે અને તેને શું સજા કરવી તેનો નિર્ણય મેચ રેફરી લેશે.



https://ift.tt/zga0ndK from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UDd1n9T

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ