- ઉધનાની આંગડિયા પેઢીનો કર્મચારી ઓમ નગર પાસેથી પસાર થતો હતો ત્યારે બે લુંટારૂ લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર
સુરત,તા. 21 મે 2022,શનિવાર
સુરતના ડિંડોલી ઓમ નગર નજીક આજે સવારે આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી બે લુંટારૂ રોકડા રૂ.૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ જતા પોલીસ દોડતી થઇ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનનો કર્મચારી આજે સવારે ડીંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂ. ૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના લોકોની પૂછપરછના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
https://ift.tt/523rkg1 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Q8Ig135
0 ટિપ્પણીઓ