સિંગર કનિકા કપૂર અને ગૌતમ લગ્નના બંધનમાં બંધાયાં

નવી મુંબઇ, તા. 21 મે 2022, શનિવાર 

પોપ્યુલર સિંગર કનિકા કપૂરે 20 મેના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લંડનમાં ગૌતમની સાથે સાત ફેરા લઇને રિતી રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. લંડનની ફાઈવ સ્ટાર હોટલમાં કનિકાના લગ્ન નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં થયા. 

લગ્નનાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ


સિંગર કનિકાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં કનિકાએ પીચ કલરનો લહેંગો પહેરેલી જોવા મળી રહી છે તેમજ ગૌતમે પેસ્ટલ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ કપલ ખૂબ જ ક્યુટ લાગી રહ્યાં છે. 

કનિકાના આ બીજા લગ્ન છે. કનિકાના પતિ ગૌતમ NRI બિઝનેસમેન છે. તે દાના ગ્રુપ ઑફ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. બંનેની મુલાકાત એક વર્ષ પહેલાં થઈ હતી.


આ અગાઉ કનિકાએ સોશિયલ મીડિયા પર પોતાની મહેંદી સેરેમનીના કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં કનિકાએ પેસ્ટલ ગ્રીન લહેંગાની સાથે ફ્લોરલ જ્વેલરી પહેરી હતી.

કનિકા 2014નુ બેબી ડોલ સોન્ગના કારણે ફેમસ થઇ ગઇ હતી. આ સિવાય દેશી લુક અને ચીટિયા કલિયા વે ...સોન્ગ ગાયા છે. 



https://ift.tt/Rb5BYLO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ