મુંબઈ, તા. 21 મે 2022, શુક્રવાર
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેઓ તેમના ચાહકો સાથે તમામ ખૂશી શેર કરે છે. હાલમાં અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પરિવારની એક ખૂબસુરત તસવીર શેર કરી છે જે તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરમાં પોતાનો પુત્ર, પુત્રવધુ અને પૌત્રી જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને આ ખાસ અવસરે ઐશ્વર્યા રાય ફેસ્ટિલવનો ભાગ બની છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ઐશ્વર્યા રાયનો પરિવાર સાથેની તસવીર સોશિયલ મીડિયામાં જોરદાર રીતે વાયરલ થઈ રહી છે આ તસવીરને અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.
અમિતાભ બચ્ચને હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પુત્ર અભિષેક બચ્ચન પુત્રવધુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચનની એક ફેમેલી ફોટો શેર કરી છે જે ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. સાથે જ અભિષેક બચ્ચની એક કમેંટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પોતાની ફેમેલી ફોટોને જોઈને અભિષેક બચ્ચને કોમેન્ટ લખ્યુ હતું કે, આ છે પ્રોગ્રેસ રિપોર્ટ.
તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય વર્ષોથી આ ફેસ્ટિવલનો હિસ્સો છે. તેના પોતાના આઉટફિટ્સ અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે. આ વખતે પણ ઐશ્વર્યાની સ્ટાઈલ ત્રણેય દિવસથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
https://ift.tt/50bHkjI
0 ટિપ્પણીઓ