MIમાં અનસોલ્ડ રહેલા ખેલાડીની લાગી લોટરી, આ ખેલાડીને કરશે રિપ્લેસ

IPL 2025 ની બાકીની મેચો 17 મેથી રમાશે. ટુર્નામેન્ટમાં લીગ સ્ટેજ અને પ્લેઓફ સહિત કુલ 17 મેચ રમાશે. આ દરમિયાન ટુર્નામેન્ટ ફરી શરૂ થાય તે પહેલાં IPL ટીમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પણ એક મોટો ફેરફાર થવાનો છે. ટીમનો ડેશિંગ બેટ્સમેન વિલ જેક્સ પ્લેઓફ મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં અને તેના સ્થાને જોની બેયરસ્ટોને ટીમમાં સામેલ કરવામાં આવશે.

લીગ સ્ટેજ મેચ પછી મુંબઈ છોડશે વિલ જેક્સ

જો મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થાય છે, તો જોની બેયરસ્ટો વિલ જેક્સના કામચલાઉ રિપ્લેસમેન્ટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે. આ માટે બેયરસ્ટો અને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જેક્સ MIની છેલ્લી બે ગ્રુપ-સ્ટેજ મેચ માટે ભારતમાં પાછો ફર્યો છે પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોને કારણે તે પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે નહીં. જ્યારે IPL પ્લેઓફ મેચ રમાશે, તે સમયે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ODI સિરીઝ રમાશે. વિલ જેક્સ તે ODI સિરીઝ માટે અંગ્રેજી ટીમનો ભાગ છે.


જોની બેયરસ્ટોને ઈંગ્લેન્ડ બોર્ડ તરફથી NOC મળે છે, તો તે પ્લેઓફ મેચો માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં બેયરસ્ટો અનસોલ્ડ રહ્યો હતો. જૂન 2024 થી તેને ઈંગ્લેન્ડ માટે કોઈપણ ફોર્મેટમાં કોઈ મેચ રમી નથી. આ અઠવાડિયે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ઓવલ ખાતે યોર્કશાયર તરફથી સરે સામે રમ્યા બાદ તે IPL માટે ભારત આવશે.

IPLમાં જોની બેયરસ્ટોનું શાનદાર પ્રદર્શન

બેયરસ્ટોએ અત્યાર સુધી પાંચ સીઝનમાં કુલ 50 મેચ રમી છે. આ પહેલા, તે સનરાઇઝર્સ હૈદરાબાદ (2019-21) અને પંજાબ કિંગ્સ (2022 અને 2024) તરફથી રમી ચૂક્યો છે. આઈપીએલમાં તેનો રેકોર્ડ શાનદાર છે. તેને 50 ઈનિંગ્સમાં 34.54 ની એવરેજ અને 144.45 ના સ્ટ્રાઈક રેટથી 1589 રન બનાવ્યા છે. તેને આ લીગમાં બે સદી પણ ફટકારી છે.


https://ift.tt/dQ1S5se
from SANDESH | RSS https://ift.tt/nQUTs63
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ