ગિલ કે બુમરાહ નહીં આ ગુજ્જુ ક્રિકેટરને બનાવો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ મોટો સવાલ છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે? જોકે, આ અંગે શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહના નામ સામે આવ્યા હતા. હકીકતમાં 7 મેના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે ટીમ ઈન્ડિયાને નવા ટેસ્ટ કેપ્ટનની જરૂર છે. ત્યારે હવે નવા કેપ્ટન અંગે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અનુભવી ખેલાડી આર અશ્વિને શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ નહીં અન્ય ખેલાડીઓના નામ સૂચવ્યા છે.

ગિલ કે બુમરાહ નહીં આ ખેલાડીને બનાવો કેપ્ટન

ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ આગળ ચાલી રહ્યું છે. જોકે કેટલાક લોકો માને છે કે જસપ્રીત બુમરાહ આગામી કેપ્ટન બનવો જોઈએ પરંતુ અત્યાર સુધી BCCIએ આગામી કેપ્ટનનું નામ જાહેર કર્યું નથી. હવે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અનુભવી ખેલાડી આર અશ્વિને આગામી કેપ્ટન વિશે કહ્યું છે કે, સૌ પ્રથમ બધા કહી રહ્યા છે કે ગિલને કેપ્ટન બનાવવો જોઈએ. પરંતુ જસપ્રીત બુમરાહમાં એક મોટો વિકલ્પ છે અને આપણે રવિન્દ્ર જાડેજાને કેમ ભૂલી ગયા? જો તમે કોઈ નવા વ્યક્તિને કેપ્ટન તરીકે પસંદ કરવા તૈયાર છો તો હું કહીશ કે ગિલને પૂર્ણ સમયના ધોરણે કામ સોંપતા પહેલા બે વર્ષ માટે અનુભવી વ્યક્તિનો સહાયક કેમ ન બનાવવો?

જોકે જાડેજાના કેપ્ટન બનવાની બહુ ચર્ચા નથી પરંતુ હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર અશ્વિન બાદ જાડેજા ટેસ્ટ ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાના આંકડા પણ ઉત્તમ છે પરંતુ તેમને કેપ્ટનશીપનો બહુ અનુભવ નથી.

ટેસ્ટ સીરીઝ 20 જૂનથી શરૂ થશે

IPL 2025 બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. આ પ્રવાસ પર બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ રમાશે. જેની પહેલી મેચ 20 જૂને રમાશે. બીસીસીઆઈ ટૂંક સમયમાં આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે.



https://ift.tt/3XFILVm
from SANDESH | RSS https://ift.tt/6gUyOIJ
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ