PSL છોડીને IPLમાં ધૂમ મચાવશે સ્ટાર ખેલાડી, પંજાબ કિંગ્સના કેમ્પમાં થઈ એન્ટ્રી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવનો હવે અંત આવી ગયો છે. સરહદ પર હવે સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ છે. પરંતુ આ તણાવને કારણે, IPL અને PSL ને અધવચ્ચે જ મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો.

IPL 2025ની બાકીની મેચો 17 મેથી શરૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન સુપર લીગની 10મી સીઝનની મેચો પણ આ તારીખથી રમાશે.

PSL છોડીને IPLમાં ધૂમ મચાવશે સ્ટાર ખેલાડી

સુરક્ષા કારણોસર, બધા વિદેશી ખેલાડીઓ બંને ટુર્નામેન્ટ છોડીને પાછા ફર્યા. હવે એક ઓસ્ટ્રેલિયન ખેલાડીને PSL 2025 માં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચવું પડ્યું. પરંતુ આ ખેલાડી પાકિસ્તાન સુપર લીગ છોડીને IPL રમવા આવ્યો છે. તોફાની કાંગારૂ બેટ્સમેન પંજાબ કિંગ્સના કેમ્પમાં જોડાયો છે.


કાંગારૂ બેટ્સમેન રમશે IPL

IPL રમવા માટે પાકિસ્તાન સુપર લીગ અધવચ્ચે છોડી દેનાર ખેલાડીનું નામ મિચેલ ઓવેન છે. ગ્લેન મેક્સવેલ ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ઓવેનને પંજાબ કિંગ્સ દ્વારા તેના સ્થાને સાઈન કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ PSLમાં બાબર આઝમની કેપ્ટનશીપમાં પેશાવર ઝાલ્મી તરફથી રમ્યા બાદ ઓવેન આઈપીએલમાં જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ ઓવેન પાકિસ્તાન સુપર લીગ છોડીને IPLમાં ભાગ લેવા માટે ભારત પહોંચી ગયો છે. પંજાબ કિંગ્સે તેના એક્સ એકાઉન્ટ પર ઓવેન ટીમમાં જોડાયાનો ફોટો પણ શેર કર્યો છે.

ઓવેન તેની તોફાની બેટિંગ માટે છે ફેમસ

મિચેલ ઓવેન તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેને બિગ બેશ લીગમાં પોતાની બેટિંગથી ખૂબ જ ધૂમ મચાવી દીધી હતી. ફાઈનલ મેચમાં હોબાર્ટ હરિકેન્સ તરફથી રમતા ઓવેને તોફાની સદી ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઓવેને 42 બોલમાં 108 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. 257ના સ્ટ્રાઈક રેટથી રમતા, કાંગારૂ બેટ્સમેને 11 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા અને ફાઈનલ મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી. પંજાબની ટીમ આઈપીએલની બાકીની મેચોમાં ઓવેન પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે.



https://ift.tt/HCzABLr
from SANDESH | RSS https://ift.tt/xeXOoKi
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ