IPL 2025 : સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે ખરાખરીનો જંગ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે આઈપીએલ 2025ની 55મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. રાજીવગાંધી સ્ટેડીયમમાં આજે પોઈન્ટ ટેબલામાં પાછળ હૈદરાબાદ માટે આજની મેચ મહત્વની રહેશે. રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે આજે સાંજે 7:30 વાગ્યે રમાશે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. 

દિલ્હીની ટીમ હોટ ફેવરીટ
આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ ટીમે 10 માંથી 6 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદની ટીમ 10 માંથી ફક્ત 3 મેચ જીતી છે. હૈદરાબાદની ટીમ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તે જ સમયે, દિલ્હીની ટીમ પ્લેઓફ તરફ એક પગલું ભરવા માંગશે. હાલમાં, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો અનુક્રમે 5મા અને 9મા સ્થાને છે. દિલ્હીના 12 પોઈન્ટ છે અને હૈદરાબાદના 6 પોઈન્ટ છે. 

સ્ડેટીયમની પીચ પર બેટસમેનોનું પ્રભુત્વ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચને સંતુલિત પિચ તરીકે ઓળખવામાં આવે છે. આ પીચ પર બેટ્સમેન અને બોલર બંનેને સમાન લાભ મળે છે.  આઈપીએલની આ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં જોવા મળ્યું છે કે આ પીચ બેટસમેનોને વધુ લાભ આપ છે એટલે કે બેટસમેનો આ પીચ પર ચોગ્ગા-છગ્ગા વધુ સરળતાથી મારી શકે છે. જ્યારે ઝડપી બોલરોને પણ પોતાનો બોલ ટર્ન કરવામાં મદદ મળે છે. શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ બોલરો માટે તે સરળ બનતું જાય છે. 

DC vs SRH IPL મેચ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેના IPLના મેચના રેકોર્ડની વાત કરીએ તો, બંને વચ્ચે કુલ 25 મેચ રમાઈ છે, જેમાં દિલ્હીએ 12 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદ 13 મેચ જીતી છે. આનો અર્થ એ થયો કે હૈદરાબાદનો દિલ્હી પર દબદબો છે. જયારે રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે SRH vs DC વચ્ચે કુલ 6 મેચ રમાઈ હતી. જેમાંથી હૈદરાબાદે 3 મેચ જીતી હતી અને દિલ્હી પણ 3 મેચ જીત્યું હતું. આમ, આજે રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે જોરદાર ટક્કર કહી શકાય.

ડીસીનો સંભવિત પ્લેઇંગ 11 : ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, મુકેશ કુમાર.
SRH સંભવિત પ્લેઇંગ 11 : અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, મોહમ્મદ શમી

https://ift.tt/OxfumbW
from SANDESH | RSS https://ift.tt/h9ORwVo
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ