આ વખતે ગુજરાત ટાઈટન્સની ટીમે IPLમાં કંઈક એવું કર્યું છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. ટીમે આ સિઝનમાં અત્યાર સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને પોતાનું ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે.
ટીમ પ્લેઓફની ખૂબ નજીક છે. વધુ એક મેચ જીતવાથી ટીમ સત્તાવાર રીતે પ્લેઓફમાં એન્ટ્રી કરશે. આ વખતે ટીમે અત્યાર સુધી જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેમાં તેમના ટોપ 3 બેટ્સમેનોની મોટી ભૂમિકા છે. આ ત્રણેય બેટ્સમેનોએ મળીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલરે મચાવી ધૂમ
આ વખતે ગુજરાત ટાઈટન્સ માટે ઓપનિંગની જવાબદારી કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન ભજવી રહ્યા છે. આ પછી જોસ બટલર ત્રીજા નંબરે આવે છે. IPLના 18 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે કોઈ ટીમના ત્રણ બેટ્સમેનોએ એક જ સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા હોય. અગાઉ ઘણીવાર એવું બન્યું છે કે 2 બેટ્સમેન 500 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા હોય, પરંતુ ત્રીજો બેટ્સમેન આટલા સુધી પહોંચી શક્યો ન હતો, પરંતુ આ વખતે ઈતિહાસ રચ્યો છે.
આ વર્ષે સૌથી વધુ રન બનાવવાના મામલે ટોપ 5માં છે ગુજરાતના બેટ્સમેન
ટીમના ત્રણેય બેટ્સમેન આ વર્ષે સૌથી વધુ રન બનાવવાના મામલે પણ ટોપ 5માં છે. સાઈ સુદર્શને ગુજરાત ટાઈટન્સ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. સાઈએ આ વર્ષે અત્યાર સુધીમાં 11 મેચમાં 509 રન બનાવ્યા છે. તેની એવરેજ 46.27 છે અને તે 153.31 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. શુભમન ગિલની વાત કરીએ તો, તેને આ વર્ષે 11 મેચ રમીને અત્યાર સુધીમાં 508 રન બનાવ્યા છે. શુભમન ગિલની એવરેજ 50.80 છે અને તે 152.55ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કરી રહ્યો છે.
જોસ બટલરે ત્રીજા નંબરે પણ મચાવી ધૂમ
જો જોસ બટલરની વાત કરીએ તો, તેને આ વર્ષે અત્યાર સુધીમાં 11 મેચમાં 500 રન બનાવ્યા છે. જોસ બટલરની એવરેજ 71.43 છે અને તે 163.93 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. હવે 17 મેથી ફરી શરૂ થઈ રહેલી બાકીની સીઝનમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન બધી મેચ રમશે, પરંતુ જોસ બધી મેચ રમી શકશે નહીં.
IPLની ફક્ત ત્રણ મેચ રમી શકશે જોસ બટલર
જોસ બટલર હવે લીગની બાકીની ત્રણ મેચ જ રમી શકશે, ત્યારબાદ તે પાછો જશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 સિરીઝનો ભાગ બનવું પડશે, તેથી તેઓ IPLમાં બાકીની મેચો રમી શકશે નહીં, પરંતુ જોસને ચોક્કસપણે ત્રણ વધુ મેચો મળશે. આ પરિસ્થિતિમાં, ગુજરાતના ત્રણેય બેટ્સમેન 600નો આંકડો પાર કરે તેવી પણ શક્યતા છે. આ બહુ મુશ્કેલ કાર્ય નથી. ગુજરાતની ટીમ ટૂંકા વિરામ પછી ફરી મેદાનમાં ઉતરશે ત્યારે કેવું પ્રદર્શન કરશે તે જોવાનું બાકી છે.
https://ift.tt/1MRawSx
from SANDESH | RSS https://ift.tt/B3sdtf6
via IFTTT
0 ટિપ્પણીઓ