ઉર્વશી રાઉતેલા કોણ છે, હું નથી ઓળખતોઃ પાકિસ્તાન ક્રિકેટર નસીમ

- ઋષભ પંત પછી વધુ એક ક્રિકેટરે ઉર્વશીની ઠેકડી ઉડાડીઃ ટીમે વીડિયો શેર કર્યાનો ઉર્વશીનો દાવો 

મુંબઈ

બોલીવૂડ એકટ્રેસ ઉર્વશી રાઉતેલાએ પાકિસ્તાની ક્રિકેટર નસીમનો એક વીડિયો શેર કર્યા બાદ અટકળબાજી શરુ થઈ હતી. જોકે, હવે નસીમે એવું કહી દીધું છે કે ઉર્વશી કોણ છે એ પોતે જાણતો જ નથી. 

એક ઈન્ટરવ્યૂમાં નસીમને ઉર્વશી વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે એ કોણ છે, હું જાણતો  પણ નથી. મને ખબર જ નથી કે ઉર્વશી રાઉતેલા કોણ છે. નસીમે એવું પણ કહ્યું હતું કે જો કોઈ મને પસંદ કરતું હોય તો એ સારી વાત છે. પરંતુ, અત્યારે તો મારું સંપૂર્ણ ફોક્સ ક્રિકેટ પર જ છે. 

ઉર્વશીએ તેનો વીડિયો શેર કર્યો હોવા વિશે પૂછાતાં નસીમે કહ્યું હતું કે મને તે વિશે ખબર નથી.ઘણા ચાહકો પોતપોતાની રીતે વીડિયો શેર કરતા હોય છે. 

ઉર્વશી તાજેતરમાં એશિયા કપમાં પાકિસ્તાનની મેચ જોવા પણ આવી હતી એ વિશે પણ નસીેમે કહ્યું હતું કે મને કોઈ આઇડિયા નથી. કોઈ સ્ટેડિયમમાં આવીને મેચ જુએ તો એ એમની મહેરબાની છે. મારું ફોક્સ તો ક્રિકેટ પર જ  હોય છે. હું કોઈ આસમાની ફરિશ્યો નથી. મારી પાસે કંઈ નથી. છતાં લોકો મને ચાહતા હોય તો એ મોટી વાત છે. 

ઉર્વશીએ એશિયા કપ મેચ વખતનો વીડિયો શેર કર્યો હતો. તેમાં નસીમ હસતો હોય અને પોતે શરમાતી હોય તે પ્રકારની વીડિયો ક્લિપ હતી .

નસીમનાં  આ નિવેદન પછી ઉર્વશી છંછેડાઈ હતી. તેણે એમ કહ્યું હતું કે મારી ટીમ લોકોના ફન વીડિયો શેર કરતા હોય છે. તેમાં કોઈએ બહુ અર્થઘટન કરવાની જરુર નથી. 

ઉર્વશી આ રીતે બીજા ક્રિકેટ દ્વારા ઠેકડીનો ભોગ બની છે. અગાઉ ભારતીય ક્રિકેટર રૂષભ પંત સાથે તેનું અફેર ચાલતું હોવાની ચર્ચા હતી. ઉર્વશીએ દાવો કર્યો હતો કે ઋષભે તેને મળવા અનેક કોલ કર્યા હતા અને હોટલ પર પણ આવ્યો હતો. જોકે, ઋષભે આ બધા દાવા ફગાવી દીધા હતા.



https://ift.tt/Qt7KRoj from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yGJut9Z

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ