
Ahmedabad News : અમદાવાદના RTI એક્ટિવિસ્ટનો ગત 13 ઓક્ટોબરના રોજ થરાદમાં આવેલી નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. હત્યાના બનાવ મામલે થરાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા થરાદની નર્મદા કેનાલમાં રસિક પરમાર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ગળાના ભાગે કાપાના નિશાન જોવા મળ્યા હતા.
https://ift.tt/JCa71gi
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BoWyO1d
via IFTTT
0 ટિપ્પણીઓ