- પડતર માગણીઓને લઈને 20 સપ્ટેમ્બરથી
- વધુ એક કર્મચારી સંગઠને સરકાર સામે બાંયો ચઢાવી ચૂંટણીલક્ષી કામગીરી અને મતદાન બહિષ્કારનો નિર્ણય
વિધાનસભા ચૂંટણી સામે છે તે પહેલા વધુ એક કર્મચારી સંગઠને સરકાર સામે બાંયો ચઢાવી છે. ઓલ ગુજરાત મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓના પડતર પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ૫ સપ્ટેમ્બરે રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યા બાદ ૯ સપ્ટેમ્બરે ફરીથી મધ્યાહ્ન ભોજન યોજના સાથે જોડાયેલા કર્મચારી સંગઠને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં પોતાની પડતર માંગણીઓ સંદર્ભે વાંરવાર રજૂઆત કરવા સરકાર ધ્યાને ન લેતી હોવાનો આક્ષેપ કર્યો છે.
ઉપરાંત આ અંગે અગાઉ વાતાઘાટો કરી સરકારે તેમની માંગણીઓ સ્વીકાર્યા બાદ તેની અમલવારી ન કરી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. રાજ્યમાં આ યોજનામાં જોડાયેલા ૯૬ હજાર કર્મચારીઓ અને તેમના પરીવાર વતી ગુજરાત રાજ્ય મધ્યહન ભોજના કર્મચારી મંડળ દ્વારા ૫ મી સપ્ટેમ્બરે લેખિત રજૂઆત કરી ૧૫મી સપ્ટેમ્બર સુધી નિરાકરણ લાવવા માગણી કરી હતી. જો તેમ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી.
કર્મચારીઓની મુખ્ય માંગમાં લઘુત્તમ વેતન ચુકવાય, નાસ્તા માટે અલગથી જથ્થો ચુકવણુ કરવા, કુંકીગ કોસ્ટમાં વધારો કરવા અને સંસ્થાઓને દૂર કરી સંચાલક વ્યવસ્થા લાગુ કરવા માગણી કરવામાં આવી છે. આ માંગણીઓનો સ્વીકાર ન થાય તો કર્મચારી સંગઠન દ્વારા આગામી ૧૨થી ૧૪ તારીખ સુધી દરેક તાલુકા મથકે મામલતદારને આવેદનપત્ર આપવા, ૧૯ મીએ ગાંધીનગરમાં ધરણાં પ્રદર્શન, ૨૦ તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ અને ત્યારબાદ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની કામગીરીમાં ભાગ ન લેવાનો નિર્ધાર કર્યો છે. આ ઉપરાંત આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
https://ift.tt/hlqro9S
0 ટિપ્પણીઓ