આઈપીએલ 2025 ની 48મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ અને અક્ષર પટેલના નેતૃત્વ હેઠળ દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી.
કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 190 રન બનાવી શકી અને કોલકાતાએ 14 રનથી મેચ જીતી લીધી. કોલકાતા તરફથી ફાફ ડુ પ્લેસિસે 62 રનની શાનદાર ઈનિંગ રમી. બોલિંગમાં સુનીલ નારાયણે 3 વિકેટ અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી. આ મેચમાં હાર બાદ દિલ્હીનો કેપ્ટન અક્ષર પટેલ ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો.
14 રને હારી ગયું દિલ્હી
અક્ષર પટેલે મેચ પછી કહ્યું કે "મને લાગે છે કે પાવરપ્લેમાં પિચની સ્થિતિ અને અમારી બોલિંગને ધ્યાનમાં લેતા, અમે 15-20 રન વધુ આપ્યા. અમે કેટલીક વિકેટો સરળતાથી ગુમાવી પણ દીધી. પરંતુ એક સારી વાત એ હતી કે પાવરપ્લે પછી અમે તેમને સારી રીતે રોકી દીધા."
વિપરાજે કરી સારી બેટિંગ
બેટિંગની વાત કરીએ તો, કેટલાક બેટ્સમેન રન બનાવી શક્યા ન હતા, પરંતુ 2-3 ખેલાડીઓએ સારું યોગદાન આપ્યું અને અમે મેચને ખૂબ નજીક લઈ ગયા. જ્યારે વિપરાજ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આશા હતી. જો આશુતોષ પણ ત્યાં હોત તો કદાચ આપણે ફરીથી પહેલી મેચની જેમ અજાયબીઓ કરી શક્યા હોત.
પોતાની ઈજા અંગે તેને કહ્યું, "પ્રેક્ટિસ દરમિયાન ડાઈવિંગને કારણે મારી સ્કિન છોલાઈ ગઈ હતી, પરંતુ સારી વાત એ છે કે હવે 3-4 દિવસનો વિરામ છે. આશા છે કે, ત્યાં સુધીમાં હું ઠીક થઈ જઈશ."
દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ
કોલકાતા દ્વારા આપવામાં આવેલા 205 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિષેક પોરેલ 4 રન બનાવીને પ્રથમ ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો.
કરુણ નાયર પણ 15 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. સાતમી ઓવરમાં 60 રનના સ્કોર પર કેએલ રાહુલ રન આઉટ થયો. તેને 5 બોલમાં 7 રન બનાવ્યા. ભલે એક છેડેથી વિકેટો પડી રહી હતી, પણ બીજા છેડેથી ફાફ ડુ પ્લેસિસ ઝડપથી રન બનાવી રહ્યો હતો.
https://ift.tt/ukaTV2N
from SANDESH | RSS https://ift.tt/v953RKL
via IFTTT
0 ટિપ્પણીઓ