રાજસ્થાન રોયલ્સ સામે રમાઈ રહેલી મેચમાં રોહિત શર્માનું બેટ જોરથી બોલ્યું. આ મેચમાં રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈતિહાસ રચ્યો. તેને પોતાની બેટિંગથી વિરોધી ટીમ સામે જોરદાર બેટિંગ કરી. રોહિત શર્મા મુંબઈ માટે 6 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. આ મેચમાં હિટમેને પણ અડધી સદી ફટકારી હતી.
રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
હિટમેન હવે ફોર્મમાં છે. શરૂઆતની કેટલીક મેચોમાં નિષ્ફળતા બાદ, રોહિત ધૂમ મચાવી રહ્યો છે. રોહિત શર્માએ રાજસ્થાન સામે મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાના 6 હજાર રન પણ પૂરા કર્યા. તે મુંબઈનો પહેલો અને એકમાત્ર ખેલાડી બન્યો જેને આ સિદ્ધિ મેળવી.
રોહિતની શાનદાર બેટિંગ
રોહિત શર્મા અને રિયાન રિકલ્ટને પ્રથમ વિકેટ માટે 116 રનની પાર્ટનરશિપ કરી. રોહિતે 36 બોલમાં 53 રનની શાનદાર ઈનિંગ રમી હતી જ્યારે રિકલ્ટને પણ 38 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેની બેટિંગ દરમિયાન, રોહિતના બેટમાંથી 9 ચોગ્ગા આવ્યા.
ટીમ માટે T20 માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
T20 ક્રિકેટમાં કેટલાક ખેલાડીઓ એવા છે જેને પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે વિરાટ કોહલીએ સૌથી વધુ 8871 રન બનાવ્યા છે. તેને T20 માં સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક ગણવામાં આવે છે.
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે 6 હજારથી વધુ રન બનાવ્યા છે. જ્યારે જેમ્સ વિન્સે હેમ્પશાયર માટે 5934 રન બનાવ્યા છે. તે ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે 5528 રન બનાવ્યા છે. તે ટીમનો વિશ્વસનીય બેટ્સમેન રહ્યો છે. એમએસ ધોનીએ સીએસકે માટે 5269 રન પણ બનાવ્યા છે. તેને એક મહાન કેપ્ટન અને ફિનિશર માનવામાં આવે છે.
ટીમ માટે T20 માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોનું લિસ્ટ
નંબર | ખેલાડીનું નામ | રન | ટીમનું નામ |
1 | વિરાટ કોહલી | 8871 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ |
2 | રોહિત શર્મા* | 6000+ | મુંબઈ ઈન્ડિયન્સ |
3 | જેમ્સ વિન્સ | 5934 | હેમ્પશાયર |
4 | સુરેશ રૈના | 5528 | ચેન્નાઈ સુપર કિંગ્સ |
5 | મહેન્દ્ર સિંહ ધોની | 5269 | ચેન્નાઈ સુપર કિંગ્સ |
https://ift.tt/8PZuxwO
from SANDESH | RSS https://ift.tt/NeDRUzZ
via IFTTT
0 ટિપ્પણીઓ