- મોટી ચોકડીથી લીમડી ચોક સુધીના માર્ગ પરથી
- વેપાર-ધંધા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવા વેપારીઓ દ્વારા પાલિકા સમક્ષ માગણી
સોજિત્રાની મોટી ચોકડીથી લીમડી ચોક સુધી માર્ગની આસપાસ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો છે. વહેલી સવારનાથી જ લારી-ગલ્લારૂપી દબાણો આ સ્થળે ખડકાઈ જતા માર્ગ સાંકડા થઈ જાય છે અને અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ખડકાયેલ લારી-ગલ્લારૂપી દબાણો અંગે પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન આજે પાલિકા સત્તાધીશો દ્વારા બેઠક યોજી સોજિત્રાની મોટી ચોકડીથી લીમડી ચોક સુધી ખડકાયેલ દબાણો દૂર કરવા અંગે કવાયત હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાલિકાની ટીમ દ્વારા ૨૦૦થી વધુ લારી-ગલ્લારૂપે દબાણકર્તાઓને નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા જણાવાયું છે. નગરપાલિકાની જગ્યામાં ટ્રાફીકને અડચણરૂપ લારી-ગલ્લા બે દિવસમાં દુર કરવા જે-તે વેપારીઓને તાકીદ કરાઈ છે અને જો દબાણો દૂર કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાલિકાની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું છે. બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા વેપાર-ધંધા માટે યોગ્ય જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ વેપારીઓ દ્વારા કરાઈ છે.
https://ift.tt/QoLnB65
0 ટિપ્પણીઓ