IPL 2025: મુંબઈમાં યલો એલર્ટ, શું MI અને DCની મેચનું સ્થળ બદલાશે

ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2025) પુનઃઆરંભ સાથે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. 17મેના રોજ જ્યારે IPL શરૂ થઈ ત્યારે વરસાદ વિઘ્ન બન્યો હતો. મુંબઈમાં આજે બુધવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાવાની છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં યલો એલર્ટ જાહેર કરાતા MI અને DCની મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં DC ના સહ-માલિક પાર્થ જિંદાલે IPL ને મેચને બીજા શહેરમાં ખસેડવાની વિનંતી કરી છે.

મેચનું સ્થળ બદલવા જિંદાલની રજૂઆત

જિંદાલે લખ્યું કે, "મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મેચ ધોવાઈ જવાની પૂરી શક્યતા છે. જેમ લીગની ન્યાયીતા અને ભલાઈ માટે બેંગલુરુમાં RCB વિરુદ્ધ SRH મેચને બીજી જગ્યાએ ખસેડવામાં આવી હતી, તેવી જ રીતે મારી અપીલ છે કે આવતીકાલની મેચ પણ કોઈ અન્ય શહેરમાં યોજવી જોઈએ. અમે છેલ્લા છ દિવસથી જાણીએ છીએ કે 21મી તારીખે મુંબઈમાં ભારે વરસાદની આગાહી છે."

મુંબઈમાં યલોએલર્ટ જારી 

મંગળવારે, ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે મુંબઈમાં યલોએલર્ટ જારી કર્યું છે. શહેરમાં યલો એલર્ટની સ્થિતિના પગલે દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદાલે ઇમેઇલ દ્વારા આ રજૂઆત કરી કે IPLની મેચનું સ્થળ બદલાવમાં આવે. બીસીસીઆઈ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ બેંગલુરુથી લખનૌ ખસેડવાનો નિર્ણય લેવાને પગલે જિંદાલે વરસાદની સંભાવનાના કારણે MI-DC મેચને પણ સ્થાનાંતરિત કરવાનું સૂચન કર્યું. જો કે BCCI દ્વારા આ નિર્ણય મેચ રમાવાના ત્રણ દિવસ અગાઉ લેવામાં આવ્યો હતો. જ્યારે આજે મુંબઈમાં રમાનાર મેચનું સ્થાન તાત્કાલિક બદલવું વધારે મુશ્કેલીભર્યું કામ હોવાના કારણે વરસાદ વિઘ્ન બને તો બંને ટીમોને સમાન પોઈન્ટ આપી મેચ રદ થઈ શકે.

પ્લેઓફ માટે બંને વચ્ચે જોરદાર ટક્કર

બુધવારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે ત્યારે તેમની નજર ફક્ત જીત પર રહેશે, અને પ્લેઓફમાં એકમાત્ર ઉપલબ્ધ સ્થાન માટે પડકાર ફેંકશે. જો દિલ્હી કેપિટલ્સ આ મેચ હારી જાય છે, તો તેમની રમત સમાપ્ત થઈ જશે અને મુંબઈ પ્લેઓફમાં પહોંચી જશે. તે જ સમયે, જો મુંબઈ હારી જાય છે, તો તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની બીજી તક રહેશે.

17 મેના રોજ IPL 2025 ફરી શરૂ થવા સાથે વરસાદી સંકટ જોવા મળ્યું છે. બેંગલુરુમાં આરસીબી અને કેકેઆર વચ્ચેની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ, જેના કારણે કેકેઆરની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પાણી ફરી વળ્યું. જણાવી દઈએ કે 23 મેના રોજ શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ બેંગલુરુમાં રમાવાની હતી. પરંતુ BCCIએ બેંગલુરુમાં ભારે વરસાદના પગલે મેચનું સ્થાન બદલવાનો નિર્ણય કર્યો. હવે આ મેચ બેંગલુરુથી લખનૌ ખસેડવામાં આવી રહી છે. 



https://ift.tt/BPZo8dT
from SANDESH | RSS https://ift.tt/sA8jvwq
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ