- વિરાટે આ સિઝનમાં એટલી ભૂલ કરી છે કે તેણે પોતાના આખા કરિયરમા નહીં કરી હોય: સહેવાગ
મુંબઈ, તા. 28 મે 2022, શનિવાર
IPL 2022 (IPL 2022)માં વિરાટ કોહલી(Virat kohli) પોતાનું ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી. વિરાટ ક્વાલીફાયર 2માં માત્ર 7 રન બનાવીને હારી ગયો હતો. વિરાટ કોહલીના ખરાબ ફોર્મ માટે વીરેન્દ્ર સહેવાગ પોતાની પ્રતિક્રિયા આપી છે. સહેવાગે કોહલીને લઈને કહ્યું હતું કે, વિરાટે આ સિઝનમાં એટલી ભૂલ કરી છે કે તેણે પોતાના આખા કરિયરમા નહીં કરી હોય. કોહલી આ સિઝનમાં માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો હતો.
ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેને કોહલી અંગે કહ્યું હતું કે, જ્યારે તમે ફોર્મની બહાર જાવ છો, તેથી તમે આત્મવિશ્વાસ મેળવવા માટે દરેક બોલને બેટની વચ્ચેથી રમવાનો પ્રયાસ કરો છો. પ્રથમ ઓવરમાં તેણે કેટલાક બોલ છોડી દીધા હતા પરંતુ બધું ઠીક આવી રીતે જ થાય છે. તમે બોલને ઓફ-સ્ટમ્પની બહાર જવા પણ નથી દેતા. ક્યારેક ક્યારેક કિસ્મત તમારો સાથ નથી આપતી. આ તે વિરાટ કહોલી નથી જેને અમે જાણીએ છીએ. આ સિઝનમાં કંઈક અલગ જ કોહલી જોવા મળ્યો હતો.
સહેવાગે વધુમાં કહ્યું હતું કે, જ્યારે તમે રન નથી બનાવી શકતા ત્યારે તમે અલગ- અલગ રીતે પ્રયત્ન કરો છો અને બાદમાં કંઈક અલગ રીતે આઉટ ન થાવ એ માટે પ્રયત્ન કરો છો પરંતુ તમે આ સીઝનમાં દરેક રીતે આઉટ થતા જોવા મળ્યા હતા. કોહલીના આ પ્રદર્શનથી લોકો ચિંતામાં જોવા મળ્યા છે. કોહલીએ આ સિઝનમાં તેના ચાહકોને નિરાશ કર્યા છે. સાથે જ RBCના લાખો ચાહકો ટીમની હારને કારણે નારાજ થયા છે.
વિરાટનું ખરાબ ફોર્મ યથાવત
તમને જણવી દઈએ કે, વિરાટ કોહલી માટે IPL 2022ની સીઝન કંઈ ખાસ નથી રહી. આ સીઝનમાં વિરાટ કોહલી સતત ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ લીગ સ્ટેજની 14 મેચોમાં 23.77ની સરેરાશથી 309 રન બનાવ્યા હતા. ત્યાં જ આ સીઝનમાં રમેલી 16 મેચોમાં 22.73ની સરેરાશથી 341 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ આ સીઝનમાં ફક્ત 115.99ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 2 જ અર્ધશતક બનાવ્યા હતા.
https://ift.tt/CebpsVx from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/fYZ0Kje
0 ટિપ્પણીઓ