- સોનુએ 14 મેના રોજ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે પોતાના અભ્યાસ માટે હાથજોડીને મદદની ગુહાર લગાવી હતી
મુંબઈ, તા. 19 મે 2022, ગુરૂવાર
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં બિહારના સોનુની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. 11 વર્ષના આ નાના બાળકે CM નીતીશ કુમાર (CM Nitish Kumar) પાસે પોતાના અભ્યાસ માટે મદદની ગુહાર લગાવી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા કોરોના મહામારી દરમિયાન હજારો લોકોની મદદ કરનાર બોલીવૂડના સોનુ સૂદે (Sonu Sood) આ નાના બાળકની મદદ માટે પોતાનો હાથ લંબાવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સોનુને સ્કૂલમાં એડમિશન નહિ પરંતુ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સોનુ સૂદના અનેક લોકો વખાણ કરી રહ્યા છે.
- સોનુ સૂદે ટ્વિટ કરીને જાણકારી આપી
સોનુ સૂદે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સોનુએ સોનુની સાંભળી લીધી ભાઈ. સ્કૂલ માટે બેગ પેક કરી લો. તમારા અભ્યાસ અને હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. સોનુએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, સોનુનું એડમિશન Ideal International Public School BIHTA (Patna)માં કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, 11 વર્ષીય સોનુ બિહારના નાલંદા જિલ્લાના નીમા કૌલ ગામનો રહેવાસી છે. સોનુએ 14 મેના રોજ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે પોતાના અભ્યાસ માટે હાથજોડીને મદદની ગુહાર લગાવી હતી. તેણે કહ્યું હતું કે જો સરકાર મદદ કરે તો હું પણ ભણી-ગણીને IAS-IPS બનવા માગું છું. નાના બાળકે મુખ્યમંત્રીને શિક્ષણની દુર્દશા અને શરાબબંધી મામલે અવગત કરાવ્યા હતા. સોનુએ જણાવ્યું હતું કે, તેના પિતા દહીંની દુકાનમાંથી જેટલું પણ કમાય છે તેને દારૂ પીવામાં લગાવી દે છે.
વધુ વાંચોઃ માસૂમ બાળકની CMને અરજઃ 'મારે ભણવું છે, પિતા નથી ભણવા દેતા'
https://ift.tt/glh8UJ9
0 ટિપ્પણીઓ