IPL 2022 Final: એ. આર. રહેમાને કર્યું રિહર્સલ


અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022 નો ફાઈનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિવારે યોજવાનો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ ફાઈનલ માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે 

ફાઈનલ છે તો તેની કલોઝિંગ સેરેમનીમાં દેશના ક્રિકેટ ઇતિહાસની ઝાંખી આપતા એક રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા પ્રસિદ્ધ સંગીતકાર એ આર રહેમાન લાઇવ પર્ફોર્મ કરવાના છે. આ પરફોર્મન્સ પહેલા આજે સંગીતકારે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. 

અહી જુઓ વિડિયો


સાંજે ૬.૩૦ વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં ફિલ્મ સુપર સ્ટાર રણવીર સિંહ પણ પર્ફોર્મ કરશે. અહી નોંધવું જોઈએ કે અભિનેતાએ તાજેતરમાં ૮૩ નામની ફિલ્મમાં દેશના સૌથી સફળ ઓલ રાઉન્ડર કપિલ દેવની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૧૯૮૩ માં યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતના શિલ્પી દેવ અને ભારતની જીત ઉપર આધારિત હતી.



https://ift.tt/OtKj2lx from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TjkD8Q5

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ