- રોકડા રૂ.73,770 અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ કબજે
સુરત,તા.6 જુન 2022,સોમવાર
સુરતના વરાછા વિસ્તારમાં બે સ્થળે ગેલેરીમાં અને ઉધનામાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જુગાર રમતા 16 જુગારીઓને પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.73,770 અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે શનિવારે મધરાતે ભગીરથ સોસાયટી ઘર નં.9 ત્રીજા માળે રૂમ નં.202 ની બહાર ગેલેરીમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.12,070 કબજે કર્યા હતા. જયારે ગતસાંજે લંબે હનુમાન રોડ ઘનશ્યામનગર શેરી નં.19 મકાન નં.245 ના ત્રીજા માળે ગેલેરીમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.45,550 અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂ.76,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉધના પોલીસે ગતરાત્રે રોડ નં.4 લોખંડવાલા સ્ટીલ ટ્રેડર્સ ખુલ્લા કંપાઉન્ડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂ.16,200 કબજે કર્યા હતા.
https://ift.tt/X4AIkxz from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mFte7z4
0 ટિપ્પણીઓ