Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: હવે આ દેશમાં પણ જોવા નહીં મળે 'સમ્રાટ પૃથ્વીરાજ'

હવે આ દેશમાં પણ જોવા નહીં મળે 'સમ્રાટ પૃથ્વીરાજ'


- ભારતની રાજનિતીનું રેખાચિત્ર રજૂ કરતી મહત્વની ઐતિહાસિક ફિલ્મ આ મુસ્લિમ દેશમાં પ્રતિબંધ હેઠળ

નવી દિલ્હી, તા. 06 જૂન 2022, સોમવાર

'સમ્રાટ પૃથ્વીરાજ' 3 જૂનના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થયેલ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ઉપર આધારિત એક્શન ડ્રામા ફિલ્મ છે. આ મૂવીનું ડાયરેક્શન આદિત્ય ચોપરાએ કર્યુ છે. આ ફિલ્મ મહાન સમ્રાટ અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના જીવન ઉપર આધારિત હોવાના કારણે તેની રીલીઝ પહેલાંથી જ ચર્ચામાં આવી ગઈ હતી. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એક વીર અને મહાન યોદ્ધા હતા, જેમણે દેશને લૂંટના આશયથી આવેલા નિર્દય આક્રમણખોરોથી બચાવ્યો હતો. ફિલ્મને રીલીઝ પહેલા જ 3 દેશોએ  બેન કરી દીધી હતી. સૌ પ્રથમ કુવૈત અને ત્યારબાદ ઓમાને આ ફિલ્મને બેન કરી હતી અને ત્યારબાદ કતારે પણ હવે આ ફિલ્મને બેન કરી દીધી છે. 

આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં છે, જ્યારે માનુષી છિલ્લર રાજકુમારી સંયોગિતાના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સુદ પણ મહત્વની ભૂમિકામાં છે. 

આ ફિલ્મ એક સમયની ભારતની રાજનિતીનું રેખાચિત્ર રજૂ કરતી મહત્વની ઐતિહાસિક ફિલ્મ છે, જેમાં સમ્રાટ પૃથ્વી રાજ ચૌહાણ અને તેમના જીવન સાથે જોડાયેલ અનેક બાબતોને રૂપેરી પડદા ઉપર રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરી વચ્ચેના યુદ્ધ અને શોર્યની વાતને પણ રજૂ કરી છે જેને જોઈને દર્શકો પણ અભિભૂત થઈ ગયા છે.



https://ift.tt/Vge7hJf

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ