Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળ્યો બોલીવુડ સ્ટારનો જમાવડો

અંબાણી પરિવારના ફંક્શનમાં જોવા મળ્યો બોલીવુડ સ્ટારનો જમાવડો


- રવિવારે 5 જૂનના રોજ મુકેશ મુકેશ અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ(Radhika Merchant)ની અરંગેત્રમ સેરેમની યોજાઈ હતી

નવી દિલ્હી તા 06 જૂન 2022, સોમવાર

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હમેશાં ચર્ચામાં જોવા મળે છે. અંબાણી પરિવારનો બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે ખાસ સંબંધ છે. ઉદ્યોગપતિના દરેક કાર્યક્રમમાં ફિલ્મી સિતારાઓનો અને દેશની અનેક મોટી હસ્તિઓનો જમાવડો જોવા મળે છે. આ વખતે ફરી એકવાર અંબાણી પરિવારના એક પ્રસંગમાં બોલીવુડ સ્ટાર પહોંચ્યા હતા અને પોતાની સુંદરતામાં ચારચાંદ લગાવી દીધા હતા. રવિવારે 5 જૂનના રોજ મુકેશ મુકેશ અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ની અરંગેત્રમ સેરેમની યોજાઈ હતી. 

આ ખાસ સેરેમનીમાં ઘણા ફિલ્મી સિતારાઓએ ભાગ લીધો હતો. રાધિકા મર્ચન્ટએ ક્લાસિકલ ડાન્સર છે. જેની તે લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહી છે. એક ક્લાસિકલ ડાન્સર હોવાથી તે પહેલીવાર પોતાનું સ્ટેઝ પરફોર્મ કરી રહી છે જેને અરંગેત્રમ સેરેમની કહેવામાં આવે છે. આ સેરેમનીમાં અંબાણી પરિવાર સિવાય બોલીવુડ સ્ટાર અને અનેક મોટા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે જ આ ક્લાસિકલ ડાન્સ જોવા માટે અનેક લોકોએ પોતાની હાજરી આપીને સેરેમનીમાં રોનક વધારી દીધી હતી. 


રાધિકા મર્ચન્ટની અરંગેત્રમ સેરેમની મુંબઈની જિયો વલ્ડૅ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી. આ સેરેમનીમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને રણવીર સિંહ (Ranveer Singh)પહોંચ્યા હતા. 


અભિનેત્રી સાગરિક ઘાટગે ક્રિકેટર પતિ જાહીર ખાન સાથે અંબાણી પરિવારની સેરેમનીમાં જોડાઈ હતી. આ સાથે જ અરંગેત્રમ સેરેમનીમાં બોલીવુડનાં અનેક સ્ટારે પોતાની હાજરી આપીને આ કાર્યક્રમની શોભા વધારી દીધી હતી. 



https://ift.tt/p6Wfjwl

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ