
- ઓછાં થિયેટરોમાં રિલીઝ, માંડબે-ચાર પ્રેક્ષક ફરક્યા
- લોકએ ફિલ્મના નિકમ્મા ટાઈટલનો જ ઉપયોગ કરીને જાતભાતની મજાક ઉડાવી
મુંબઇ : શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ ગણાવાયેલી નિકમ્મા સાવ ડબ્બો નીકળી છે. કેટલાંય સ્થળોએ તો ફિલ્મ જોવા બે-ચાર પ્રેક્ષકો પણ માંડ આવ્યા હતા. કેટલાકે પોતે અડધી ફિલમે બહાર નીકળી ગયાનું જણાવ્યું હતું.
આ ફિલ્મ એક તેલુગુ ફિલ્મ એમસીએઃ મિડિલ ક્લાસ અબ્બાયની રીમેક છે.આ એક બેકાર યુવકની વાર્તા છે. જેના જીવનમાં કોઇ મકસદ જ હોતો નથી. પરંતુ જ્યારે તેના પરિવારની સુરક્ષાની વાત આવે છે ત્યારે તે નાયક બની જતો હોય છે. મૈને પ્યાર કિયાની હિરોઈન ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દાસાણી ફિલ્મનો હીરો છે. જ્યારે શર્લી શેટિયાએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે.
આ ફિલ્મની લાઈમલાઈટ લગભગ ૧૪ વર્ષ પછી મોટા પડદે શિલ્પાનું પુનરાગમન હતું. પરંતુ, ફિલ્મ એટલી ઢંગધડા વગરની બની છે કે લોકો તેનાથી કંટાળી ગયા છે. ફિલ્મ માંડ ૧૨૦૦ જેટલાં થિયેટર્સમાંરજૂ થઈ હતી. તેમાંથી કેટલાંય સ્થળોએ બીજા દિવસે તેના શો ચાલુ રહેવા અંગે શંકા સેવાય છે. કેટલાય લોકોએ બુકિંગ સાઈટ્સ પરથી ઓડિટોરિયમ ખાલી હોવાના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયા પર મુક્યા હતા. કેટલાય લોકોએ તો પોતાના જેવા એક-બે લોકો માટે પણ શો ચાલુ રાખવા બદલ થિયેટર સંચાલકનો આભાર માન્યો હતો.
ફિલ્મનું નિકમ્મા ટાઈટલ તેની મજાક ઉડાવવા માટે લોકોને હાથવગું સાબિત થયુંહ હતું. કેટલાક લોકોએ લખ્યું હતું કે જો તમે આ ફિલ્મ આખી જોઈ શકો તો તેનો મતલબ ખે તેમારી પાસે બહુ નિક્મ્મા સમય છે. કેટલાકે લખ્યું હતું કે આજે અમારા પૈસા નિક્મ્મા થઈ ગયા. કેટલાક લોકોએ લખ્યું હતું કે આ ફિલ્મ તેના ટાઈટલની જેમ જ યૂઝલેસ પુરવાર થઈ રહી છે.
https://ift.tt/j4vhiCX
0 ટિપ્પણીઓ