- ભૂલભૂલૈયા ટુ સુપરહિટ થયા બાદ સાતમા આસમાનમાં
- ડો. સ્ટ્રેન્જ જોયા પછી કાર્તિકે માર્વલ યુનિવર્સનો હિસ્સો બનવાની ઈચ્છા પ્રગટ કરી
મુંબઇ : ભૂલભૂલૈયા ટૂ સુપરહિટ થયા બાદ કાર્તિક આર્યનની ગણના સતત હિટ ફિલ્મો આપતા બોક્સઓફિસના ભરોસાપાત્ર હિરો તરીકે થવા લાગી છે. પરંતુ કાર્તિક હવે હોલિવુડનાં સપનાં જોઈ રહ્યો છે. તેણે કોઈ હોલિવુડ ફિલ્મમાં સુપરહિરો બનવાની ઈચ્છા પ્રગટ કરી છે.
કાર્તિકે જણાવ્યું હતું કે, મેં હાલમાં જ થિયેટરમાં ડો. સ્ટ્રેન્જ જોઇ અને એ પછી મને લાગે છે કે,હુ ંપણ આ યૂનિવર્સનો હિસ્સો બનું. તેઓ જાદુ કઇ રીતે ક્રિએટ કરી શકાય તેના વિશે વધુ સારી રીતે જાણે છે.
બોલિવુડમાં મેઈન સ્ટ્રીમમાં સફળ થયા બાદ હોલિવુડમાં નામ અને દામ કમાવા જનારા બોલિવુડ સ્ટાર્સને ધારી સફળતા મળતી નથી. હાલ પ્રિયંકા ચોપરા હોલિવુડમાં સક્રિય છે પરંતુ તેને બહુ વિરાટ પ્રોજેક્ટસ મળતા નથી. આલિયા ભટ્ટે પણ તાજેતરમાં હોલિવુડ માટે શૂટિંગ શરુ કર્યું છે.
કાર્તિકે ભૂલભૂલૈયામાં અક્ષયકુમારવાળી ભૂમિકા કરી છે. એ પછી હાઉસફૂલ પાંચમાં પણ તે અક્ષય કુમારને રિપ્લેસ કરી રહ્યો હોવાની ચર્ચા છે. એક સમયે અક્ષય કુમાર બોલિવુડમાં સફળતાની અચૂક ગેરન્ટી મનાતો હતો. હવે કાર્તિક તે સ્થાન લઈ રહ્યો હોવાની ચર્ચા છે. જોકે, કાર્તિકે પોતે હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીમાં જોડાઈ રહ્યાને સમર્થન આપ્યું નથી.
https://ift.tt/x8oY4O3
0 ટિપ્પણીઓ