સુરત,તા. 4 જુન 2022, શનિવાર
સ્માર્ટ ફોનના માધ્યમથી ભણીને 11 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પાસ કરી છે. આંગળીના સ્પર્શથી અભ્યાસ કરીને રત્નકલાકાર, દરજીકામ અને સેલ્સમેનનું કામ કરતા પિતાના બાળકોએ 75 ટકા સુધીના ગુણ મેળવ્યા છે.
સુરતની ઘોડદોડ રોડ સ્થિત અંધજન શિક્ષા મંડળ સંચાલિત અંધજન શાળાના 11 બાળકોએ ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. કોરોનાને કારણે
વિદ્યાર્થીઓ અભ્યાસ માટે માત્ર સ્માર્ટ ફોનનો જ સહારો લઈ રહ્યા છે. મોટેભાગે ઓનલાઈન ક્લાસીસ થકી જ અભ્યાસ કરીને વિદ્યાર્થીઓએ પ્રથમ એટેમ્પ્ટમાં જ પરિક્ષા પાસ કરી છે. મહત્વની વાત એ છે કે આ પ્રજ્ઞાચક્ષુ બાળકો મોટેભાગે મધ્યમ અને ગરીબ પરીવારથી આવે છે.
પ્રજ્ઞાચક્ષુ અભયે કહ્યું કે, મારા 75 ટકા આવ્યા છે. મારે બેન્કિંગ ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવી છે. મારા પિતા રત્નકલાકાર છે. પ્રજ્ઞાચક્ષુ જીયાએ કહ્યું કે, મારે પગ પર ઉભા રહેવું છે અને હું ટિચિંગ ફિલ્ડમાં જવા ઈચ્છું છું. મારા 69 ટકા આવ્યા છે અને મારા પિતા દરજી કામ કરે છે. પ્રજ્ઞાચક્ષુ ક્રિશે કહ્યું કે, મારા પિતા માર્કેટિંગનું કામ કરે છે અને મારા 70 ટકા આવ્યા છે. હું શિક્ષક બનવા માંગુ છું.
આ અંગે પ્રિન્સિપાલ મનીષાબેન કહ્યું કે, આ વર્ષે HSC બોર્ડ-2022નું રીઝલ્ટ- 86.91 ટકા અને અમારી સ્કૂલનું રીઝલ્ટ- 100 ટકા આવ્યું છે. જેમાં 11 માંથી 11 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
https://ift.tt/cHr2YKD from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vNxdAlS
0 ટિપ્પણીઓ