- સલમાને શાહરુખને પોતાનો જવાન ભાઈ ગણાવ્યો
- ગેટઅપમાં શાહરુખે હોલિવુડ મૂવી ડાર્કમેનની કોપી કરી હોવાની વ્યાપક ટીકા
મુંબઇ : શાહરુખની એટલીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનું ટાઈટલ જવાન હોવાનું અગાઉ જ લીક થયી ગયું હતું. પરંતુ, શાહરુખે હવે તેની સત્તાવાર ઘોષણા કરી છે. સાથે સાથે ફિલ્મ આગામી વર્ષે જુનમાં રિલીઝ કરવાની પણ સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત સાથે શાહરુખે મુકેલાં ટીઝરમાં હોલિવુડ મૂવી ડાર્કમેનની કોપી કરવામાં આવી હોવાની ભારે ટીકા થઈ છે.
આ ફિલ્મનું શૂટિંગ અગાઉ જ શરુ થઈ ચૂક્યું છે. પરંતુ, તેનું ટાઈટલ જવાન હવે સત્તાવાર રીતે રજૂ થયું છે. શુક્રવારે બપોરે શાહરુખે દોઢ મિનીટનું ટીઝર મુકી આ ફિલ્મનાં ટાઈટલ તથા રિલીઝ ડેટ આગામી વર્ષની બીજી જુન હોવાનું જણાવ્યું હતું.
આ ટીઝરમાં પાટાપિંડી બાંધેલા અને ગન ફંફોસતા શાહરુખનો લૂક જોઈ ચાહકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું આ ફિલ્મ સંપૂર્ણપણે એક્શન ફિલ્મ હોવાનો અંદાજ પણ લગાવાયો હતો. જોકે, અગાઉના કેટલાક અહેવાલ અનુસાર આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની શક્તિ પરથી પ્રેરિત છે.
કેટલાક જાણકારો નેટીઝન્સએ શાહરુખનો આ લૂક હોલિવુડ ફિલ્મ ડાર્કમેનના લૂકની કોપી હોવાની ટીકા પણ કરી હતી. બંનેને સરખાવતાં પોસ્ટર પણ તેમણે રજૂ કર્યાં હતાં.
બીજી તરફ શાહરુખ સાથે દોસ્તી નિભાવતાં સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ ટીઝર રજૂ કરી મેરા જવાન ભાઈ આ ગયા કહી તેને આવકાર આપ્યો હતો.
https://ift.tt/RJHAlms
0 ટિપ્પણીઓ