
છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ માસમાં પ્રવેશોત્સવ પુરો થાય ત્યારે 15હજાર પ્રવેશ થતાં હતા : સમિતિ દ્વારા વિદ્યાર્થી- વાલીને અપાતા પ્રોત્સાહન અને વધતી મોંઘવારીની પ્રવેશોત્સવની સંખ્યામાં વધારો
સુરત, તા. 26 જૂન 2022 રવિવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પ્રવેશોત્સવ શરૂ થયો ત્યારથી જ વિવાદ અને વિરોધ થઈ રહ્યો છે. વિવાદ અને વિરોધ વચ્ચે શરૂ થયેલી પ્રવેશોત્સવ છેલ્લા ઘણા વર્ષોનો સૌથી સફળ પ્રવેશોત્સવ બની ગયો છે. દર વર્ષે ઓગસ્ટ માસ પુરો થાય ત્યાં સુધી પ્રવેશોત્સવ થાય છે અને તેમાં સમિતિની શાળામાં 15000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જોકે, આ 16 હજારનો આંકડો પહેલા ત્રણ દિવસમાં જ ક્રોસ થઈ ગયો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જૂન માસથી ઓગષ્ટ માસ સુધી પ્રવેશોત્સવ કરી પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. હવે પ્રવેશોત્સવમાં વધુ વિદ્યાર્થીઓ આવે તે માટે પાલિકા તંત્ર વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, ગણવેશ, બુટ મોજા તથા અન્ય કીટ આપે છે. જોકે, હાલમાં આ કીટ માત્ર ટોકન રૂપે જ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં તમામ વિદ્યાર્થીઓને કીટ આપી દેવામાં આવશે,
આ ઉપરાંત હાલમાં વધી રહેલી મોંઘવારીમાં વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને ભણાવવા મુશ્કેલ થઈ રહ્યું છે. જેના કારણે મોંઘી દાટ ફી ભરીને ખાનગી સ્કૂલ માં મુકવાના બદલે વાલીઓ સરકારી સ્કુલ તરફ વળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાત કરીએ તો જૂન માસથી ઓગષ્ટ માસ સુધી પ્રવેશોત્સવ ચાલે છે જેમાં પંદર હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
આ વર્ષે પ્રવેશોત્સવ શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોની ઘટના મુદ્દાને લઈને આક્રમક વિરોધ કરવામા આવી રહ્યો છે. જોકે, પહેલી વાર એવું બન્યું છે કે પાલિકા અને સરકારે જેટલા શિક્ષકોની ઘટ છે તે શિક્ષકો પ્રવેશોત્સવ વખતે જ ભરી દીધા છે. તેમ છતાં શિક્ષકોની ઘટના નામે વિરોધ કરતા વિરોધ પક્ષ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયો છે.
શિક્ષણ સમિતિ માત્ર ત્રણ જ દિવસના ગાળામાં 16 હજાર કરતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો છે. જે છેલ્લા કેટલા વર્ષની સરખામણી રેકર્ડ છે. પાલિકા પ્રવેશોત્સવની કામગીરી ઓગષ્ટ માસ સુધી કરશે તેથી આ સંખ્યા 20 હજારની આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાતી નથી.
https://ift.tt/BXjpEov from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KEYkZey
0 ટિપ્પણીઓ