Breaking News

લોડ થઈ રહ્યું છે...

સુરતના વિરોધ પક્ષના વિરોધ કરવામાં બેવડા માપદંડ


સુરત મ્યુનિ. અને શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્યો પહેલા કાર્યક્રમમાં ભાગ લે, ફોટા પડાવે અને કાર્યક્રમ પુરો થયા બાદ વિરોધ કરવાની પધ્ધતિથી લોકોમાં ભારે આશ્ચર્ય 

સુરત, તા. 26 જૂન 2022 રવિવાર

સુરતમાં ચાલતા પ્રવેશોત્સવમાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવતાં બેવડા ધોરણ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વિરોધ પક્ષ પહેલાં કાર્યક્રમમાં ભાગ લે છે ફોટા પડાવે છે સોશિયલ મીડિયા પર ફોટા વાઈરલ કરે છે અને ત્યાર બાદ વિરોધ કરે છે તેમની આ પદ્ધતિ સામે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ ઉપરાંત વિરોધ પક્ષ માત્ર વરાછા માટે જ કામ કરતો હોય તેમ માત્ર પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં જ આક્રમક વિરોધ કરે છે જેના કારણે વિરોધ પક્ષનું અસ્તિત્વ માત્ર પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં જ છે તેવું ચર્ચાઈ રહ્યું છે. 

સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી શિક્ષણ સમિતિની સ્કૂલ માં પ્રવેશોત્સવ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રવેશોત્સવમાં  શાસકોની સાથે વિરોધ પક્ષ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહે છે, વિદ્યાર્થીઓને આવકરવાનું કામ પણ કરે છે અને ફોટા પડાવી સોશ્યલ મિડિયામાં પ્રસિધ્ધિ પણ મેળવે છે પરંતુ ત્યાર બાદ શિક્ષકોની ઘટ, શાળામાં પ્રાથમિક સુવિધા નથી તેવા વિવિધ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓની સામે જ આક્રમક વિરોધ કરે છે. આ વિરોધ અને સામે પક્ષે જવાબ આપવામાં ભાજપ બંને પક્ષ મર્યાદા બાજુએ મૂકી રહ્યા છે. વાલી અને વિદ્યાર્થીઓની સામે આક્ષેપ બાજી અને ગાળા ગાળી - મારામારી થઈ રહી છે તેના કારણે રાજકારણીઓ ની છાપ લોકોમાં વધુ બગડી રહી છે.


આ ઉપરાંત વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી માત્ર પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં હો અને ટેકેદાર વધુ આવે તેવી જ સ્કુલોમાં વિરોધ  કરી રહી છે. પાટીદાર વિસ્તારમાં શિક્ષકોની ઘટ પૂરી દેવામાં આવી હોવા છતાં વિરોધ પક્ષ વિરોધ કરે છે. પરંતુ શહેરના અન્ય વિસ્તારની સ્કૂલમાં અનેક સમસ્યા છે તેની સામે વિરોધ પક્ષના વિરોધ કરતું નથી. કારણ આ વિસ્તારોમાં વિરોધ કરવા માટે તેમના ટેકેદારો મળતા નથી. અને સમિતિ દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ માટે જે સામગ્રી આપવામાં આવે છે તેનાથી વાલીઓને મોટી રાહત થઈ રહી છે. જેના કારણે જો આ વિસ્તારોમાં વિરોધ થાય તો વાલઓ જ વિરોધ કરનારાઓને ઝાટકી નાંખે છે.

આવી સ્થિતિને કારણે  વિરોધ પક્ષે માત્ર પાટીદાર બહુમિતા વિસ્તારમાં જ પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો છે. અન્ય જગ્યાએ વિરોધ પક્ષ પાણીમાં બેસી જતો હોવાથી લોકો એવું કહી રહ્યા છે કે વિરોધ પક્ષના અસ્તિત્વ માત્ર પાટીદાર બહુમતી વિસ્તારમાં જ છે. 



https://ift.tt/j1n32UP from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FZe76KQ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ