Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રોકાણ સલાહકારો ગ્રાહકોને કમિશન આધારિત FD વેચી શકશે નહીંઃ સેબી

રોકાણ સલાહકારો ગ્રાહકોને કમિશન આધારિત FD વેચી શકશે નહીંઃ સેબી

ક્લાયન્ટ અને કસ્ટમરોને મનફાવે તે રીતે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરો એટલે કે રોકાણ સલાહકારો સલાહ-સૂચનો આપી શકશે નહીં. સેબીના નવા નિર્દેશ મુજબ રોકાણ સલાહકારો કમિશન આધારિત ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)નું ભલામણ આપીને કમિશન વસૂલી શકશે નહીં. 

સેબીએ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરો માટે જામીનગીરીઓ કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટના દાયરાને સિમિત કરી દીધુ છે. આથી રોકાણ સલાહકારો હવે તમામ ટૂલ્સ પર કસ્ટમરોને પોતાના સલાહ-સૂચનો આપી શકશે નહીં. 

સેબીએ નવા દિશાનિર્દેશોમાં જણાવ્યુ કે, રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પોતાના કસ્ટમરોને ફિક્સ્ડ ડિપોઝિટની ભલામણ આપવા બદલ કમિશન વસૂલ શકશે નહીં. હકીકતમાં ગાર્જિયન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટને વિવિધ એડવાઇઝરી પાસાઓ અંગે બજાર નિયામક પાસે ગાઇડલાઇન માંગી હતી. તેના અનુસંધાને સેબીએ આ નિયમો જાહેર કર્યો છે. અલબત્ત એક પ્રાઇવેટ લો ફર્મના વકીલે કહ્યુ કે, સેબીના આ ગાઇડલાઇનથી સલાહકાર તરીકે કામ કરતા વ્યક્તિઓની તેમના કસ્ટમરોને સલાહ-સૂચન આપવાની ક્ષમતા પ્રભાવિત થશે.



https://ift.tt/Ehb4crw from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/vfCk8bz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ