- કરણ જોહરની બર્થ ડે પાર્ટી બોલિવુડમાં સુપર સ્પ્રેડર બની, 50થી વધુ કોવિડ પોઝિટિવ
મુંબઈ, તા. 05 જૂન 2022, રવિવાર
બોલિવુડમાં કોરોનાનો પંજો ફરી વિસ્તર્યો છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન, કેટરીના કૈફ, આદિત્ય રોય કપૂર સંક્રમિત થઈ ચૂક્યા છે. કરણ જોહરની પાર્ટીમાં હાજર રહેનારા આશરે 50થી વધુ સ્ટાર પોઝિટિવ હોવાનું કહેવાય છે. જોકે, મોટાભાગના લોકોએ પોતે સંક્રમિત હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવાનું ટાળ્યું છે.
કરણ જોહરે ગઈ તા. 25 મેની રાતે યશરાજ સ્ટુડિયોમાં પાર્ટી આપી હતી. તેમાં બોલિવુડમાંથી સિતારાઓનો મેળાવડો જામ્યો હતો. શાહરૂખ ઉપરાંત સલમાન, આમીર, વિકી કૌશલ અભિષેક, ઐશ્વર્યા, ઋતિક રોશન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સૈફ અલી ખાન, તબુ, મલાઈકા અરોરા, કરીના કપૂર, કૈટરીના કૈફ, જાહ્નવી કપૂર સહિતની બોલિવુડ સેલેબ્સએ મોડી રાત સુધી પાર્ટી માણી હતી. હવે તેમાંથી એક પછી એક સ્ટાર સંક્રમિત થઈ રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. આદિત્ય કપૂર શનિવારે જ સંક્રમિત જાહેર થતાં તેની આવનારી ફિલ્મનું ટ્રેઈલર લોન્ચ અટક્યું હતું. કૈટરિના સંક્રમિત બનતાં તે આઈફા એવોર્ડમાં ભાગ લેવા અબુધાબી જઈ શકી ન હતી.
અનેક સ્ટાર પોઝિટવ હોવાથી બોલિવુડમાં શૂટિંગ, પ્રમોશન્સ તથા અન્ય ઈવેન્ટસ પર માઠી અસર થવાની સંભાવના છે. બોલિવુડમાં શૂટિંગમાં પણ બાયો બબલ સહિતના કડક નિયંત્રણો ફરીથી લાગુ થવાની સંભાવના છે.
વધુ વાંચોઃ કરણ જોહરની બર્થ ડે પાર્ટી બોલિવુડમાં સુપર સ્પ્રેડર બની: 50થી વધુ કોવિડ પોઝિટિવ
https://ift.tt/P4z2t5Y
0 ટિપ્પણીઓ