Breaking News

લોડ થઈ રહ્યું છે...

કતારગામમાં ટેલરની દુકાનમાં આગ લાગતા નાશભાગ


- બે ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી

સુરત,તા.4 જુલાઈ 2022,સોમવાર

કતારગામમાં જયરામ મોરાની વાડી પાસે આજે વહેલી સવારે બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ટેલરની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. જેના લીધે બિલ્ડીંગમાં રહેતા લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ નવા પોલીસ મથક પર પાછળ જયરામ મોરાની વાડી નજીક ત્રણ માળની બિલ્ડીંગ આવેલી છે. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર આવેલી ટેલરની દુકાનમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી હતી. જોકે દુકાનના શટલ માંથી બહાર નીકળતો ધુમાડો ત્યાંથી પસાર થતાં વ્યક્તિ જોયો હતો. બાદમાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા કતારગામ અને મુગલીસરા સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે આગને લીધે બિલ્ડિંગમાં રહેતા લોકો સહિતનાઓમાં નાશભાગ થઈ જવા પામી હતી. જોકે ફાયરજવાનોએ સલામતીના ભાગરૂપે બિલ્ડીંગ માંથી બહાર આવવા માટે કહ્યું હતું. ફાયરજવાનોએ ત્યાં પાણીનો છંટાવ કરવાથી અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જેને લીધે આજુબાજુની દુકાનો બચાવી લીધી હતી. આગને લીધે તૈયાર કપડા, કપડું, ફર્નિચર, વાયરીંગ, સિલાઈ મશીન સહિતના નુકસાન થયું હતું આ બનાવમાં કોઈ ઇજા જાનહાની થઈ ન હોવાનું ફાયર ઓફિસર હિતેશ ઠાકોરએ જણાવ્યું હતું.



https://ift.tt/uH6jxDt from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JtB5qEG

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ