
- કતારગામ પોલીસે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી રોકડા રૂ.77,030 અને 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત,તા.4 જુલાઈ 2022,સોમવાર
કતારગામ પોલીસે રવિવારે રાત્રે કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી ત્યાં કસરત કરવાને બદલે જુગાર રમતા 7 રત્નકલાકાર સહિત 10 ને ઝડપી પાડી રોકડા રૂ.77,030 અને 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3.93 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે રવિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી હતી. પોલીસને ત્યાં કેટલાક લોકો કસરત કરવાને બદલે ત્યાં ચાદર પાથરી જુગાર રમતા મળ્યા હતા. પોલીસે ત્યાં જુગાર રમતા 7 રત્નકલાકાર સહિત 10 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.77,030 અને રૂ.3.16 લાખની મત્તાના 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ.3,93,030 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કોણ કોણ પકડાયું
(1) રત્નકલાકાર અલ્પેશ ઉર્ફે અલ્પાભાઈ ત્રિકમભાઈ વસોયા ( ઉ.વ.42, રહે.ઘર નં. A/10, ગાયત્રીનગર સોસાયટી વિભાગ 2, વાટલીયા સમાજની વાડીની સામે, ચોકબજાર, સુરત. મુળ રહે.મોજીદડ તા. ચુડા, જી.સુરેન્દ્રનગર )
(2) વેપારી કપીલ અરવિંદભાઈ પટેલ ( ઉ.વ.30, રહે.203, સ્વપ્નલોક એપાર્ટમેન્ટ, ગણેશનગર સોસાયટી, પરવત પાટીયા, પુણા, સુરત. મુળરહે.દાસજ, જી.પાટણ )
(3) મજૂરીકામ કરતો હાર્દિક જીતેન્દ્રભાઈ પટેલ ( ઉ.વ.28, રહે.ડી/27, અક્ષર ટાઉનશીપ, પરવત પાટીયા, પુણા,સુરત. મુળરહે.કુવારા, તા.સિધ્ધપુર, જી.પાટણ )
(4) રત્નકલાકાર કલ્પેશ પરસોતમભાઈ વાડી ( ઉ.વ.35, રહે.147, ગોકુલધામ રેસીડેન્સી, નનસાડ, તા.કામરેજ, જી.સુરત. મુળ રહે.ખેંગારપુર, તા.લાલપુર, જી.જામનગર )
(5) એમ્બ્રોડરીનું કામ કરતો કલ્પેશ દામજીભાઈ ઘેવરીયા ( ઉ.વ.39, રહે.49/50, ગોપીનાથ સોસાયટી વિભાગ 2, નારાયણ નગર પાસે, કતારગામ, સુરત. મુળ રહે.પાલડી, તા.શિહોર, જી.ભાવનગર )
(6) રત્નકલાકાર મહેશભાઈ ભુરાભાઈ રામાણી ( ઉ.વ.52, રહે.10, સુંદરપાર્ક સોસાયટી, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત. મુળ રહે.કમળાપુર, તા.જસદણ, જી.રાજકોટ )
(7) રત્નકલાકાર કલ્પેશબાબુભાઈ દેસાઈ ( ઉ.વ.42, રહે.99, હરી હરી સોસાયટી વિભાગ 2, અનાથઆશ્રમ પાસે, કતારગામ, સુરત. મુળ રહે.પાણીયાળ, તા.બગસરા, જી.અમરેલી )
(8) રત્નકલાકાર દિનેશ કાંનજીભાઈ ગોલાણી ( ઉ.વ.41, રહે. ફ્લેટ નં.204, શ્યામ રેસીડેન્સી, વિશાલનગર સોસાયટી, કતારગામ, સુરત મુળ રહે.રાસકા, તા.લીમડી, જી.સુરેન્દ્રનગર )
(9) રત્નકલાકાર રીયાઝ આલમ મલેક ( ઉ.વ.36, રહે. ફ્લેટ નં.301, બુટવાલા બિલ્ડીંગ, સોપારી કંપાઉન્ડ, હોળી બંગલા પાસે, લાલગેટ, સુરત. મુળ રહે. દેગામ, તા.પાટડી, જી. સુરેન્દ્રનગર )
(10) રત્નકલાકાર પરેશ કાંનજીભાઈ બોદર ( ઉ.વ.46, રહે.ઘર નં.116, શિવનગર સોસાયટી, ભગવાનનગરની પાસે, કતારગામ, સુરત )
https://ift.tt/nGxXwDz from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PvzVZdn
0 ટિપ્પણીઓ