Breaking News

લોડ થઈ રહ્યું છે...

ફિલ્મ Liger માટે ન્યૂડ થયો Vijay Deverakonda, સોશિયલ મીડિયામાં લોકોને કેમ આવી PKની યાદ ?

મુંબઈ,તા.2 જુુલાઈ 2022,શનિવાર

સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda ) તેની આગામી ફિલ્મ  Ligerને લઈને ચર્ચામાં છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને તેના પાત્રની એક ઝલક શેર કરી છે. 

ઇન્સ્ટા પર શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક 

વિજય દેવરાકોંડાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લુક શેર કર્યો છે, જેમાં તે ન્યૂડ પોઝ આપતો જોવા મળી રહ્યો છે. ફિલ્મનું આ પોસ્ટર ટ્વીટર પર ટ્રેન્ડિંગ પણ થયુ હતુ અને યુઝર્સ આ પોસ્ટરની સરખામણી આમિર ખાનના PK ફિલ્મ સાથે કરી રહ્યાં હતા.   

વિજય દ્વારા જાહેર કરાયેલા લુકમાં તમે જોઈ શકો છો કે તે સંપૂર્ણપણે ન્યુડ જોવા મળ્યો સાથે જ હાથમાં રેડ રોઝ લઇને જોવા મળ્યો હતો. આ ફોટો જોઇને તો pk ફિલ્મના પોસ્ટરની યાદ ના આવે એવુ કેમ બને? પરંતૂ ઘણા યુઝર્સને એક તરફ ફિલ્મનુ પોસ્ટર સેક્સીએસ્ટ લાગ્યુ હતુ તો બીજી તરફ યુઝર્સ આ પોસ્ટરને અશ્લીલ પણ ગણાવી રહ્યાં છે. 

ફિલ્મ વધુ કમાણી કરે અને ચર્ચામાં રહે તે માટે સ્ટાર્સ પણ મન લગાવીને કામ કરતા હોય છે, પરંતૂ દર્શકોએ ટ્વીટર પર મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો હતો. 

આ પોસ્ટર શેર કરતા વિજયે કેપ્શનમાં લખ્યું- એક એવી ફિલ્મ જેણે મને એક અલગ અનુભવ આપ્યો. એક અભિનય તરીકે, તે મારા માટે માનસિક અને શારીરિક રીતે પડકારરૂપ ભૂમિકા હતી. મેં મારુ બધુ જ આપી દીધુ છે, હવે હુ જલ્દી જ આવી રહ્યો છું.   

આ ફિલ્મની જો વાત કરએ તો ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે અભિનેત્રી અનન્યા પાંડે જોવા મળશે. 

આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ કરણ જોહર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલર અને લવ સ્ટોરી જોવા મળશે. લિગર ફિલ્મ 25 ઓગસ્ટ, 2022ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ ફિલ્મના મુખ્ય પાત્રોની જો વાત કરીએ તો વિજય દેવરાકોંડા, અનન્યા પાંડે, મકરંદ દેશપાંડે, રામ્યા કૃષ્ણન, રોનિત રોય જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.



https://ift.tt/QI9OCPd

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ