
નવી દિલ્હી, તા. 02 જૂન 2022, શનિવાર
સમોસા ખાવાનું મોટા ભાગના લોકોને ખૂબ પસંદ હોય છે. આપણા દેશના દરેક ખુણામાં એટલે નાનકડા ગામડાથી લઈને મોટા શહેરમાં તમામ જગ્યાઓ પર સમોસા ચોક્કસ મળશે. સાથે જ લોકોને એક નહીં પરંતું 4-5 સમોસા ખાય છે પરંતુ હવે તમે આ સૌથી મોટા સમોસાને જોઈને દંગ રહી જશો. સાથે જ એક વ્યક્તિ આ સમોસાને કોઈ પૂર્ણ રીતે સમાપ્ત કરી શકશે નહીં. કારણ કે આ સમોસા અત્યાર સુધીનો સૌથી મોટો સમોસા છે અથવા તો તમે તેને દુનિયાનો સૌથી મોટો સમોસા પણ કહી શકો છો. આ સમોસા એટલા મોટા છે કે જ્યારે એક છોકરી તેને ખાવા ગઈ તો તેને પોતાના હાથમાં પણ ઉપાડી શકી નહીં. તે પછી છોકરીએ સમોસા ખાવા માટે શું કર્યું તે જોઈને તમે પણ દંગ રહી જશો.
વાયરલ થઈ રહેલા તમે જોઈ શકો છો કે છોકરી સૌથી મોટું સમોસું ખાતી જોવા મળી રહી છે. સમોસા સાથે લીલી અને લાલ ચટણી પણ ટ્રેમાં એક બાઉલમાં રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે, છોકરી તેના હાથમાં સમોસા ઉપાડી શકતી નથી. સાથે જ છોકરી ધીમે ધીમે સમોસાને છરીથી કાપી રહી છે. સમોસા કાપ્યા બાદ છોકરી કટનો ટુકડો હાથમાં લે છે અને કેમેરા સામે બતાવે છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે, સમોસાનો નાનો ટુકડો પણ મોટો દેખાઈ રહ્યો છે. આ જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વીડિયોમાં દેખાતી છોકરી ફૂડ બ્લોગર છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા અજીબોગરીબ ફૂડ આઈટમના વીડિયો શેર કરતી રહે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા સેલિબ્રિટીઓએ પણ આ વીડિયોને પસંદ કર્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
https://ift.tt/WgG4yrO from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dZCjb8f
0 ટિપ્પણીઓ