Breaking News

લોડ થઈ રહ્યું છે...

ટીવી એક્ટ્રેસ માહી વીજને તેના જ કૂકે ચાકુ વડે મારી નાંખવાની ધમકી આપી

નવી દિલ્હી,તા.1 જુલાઈ 2022,શુક્રવાર

ટીવી એક્ટર જય ભાનુશાળી અને તેની પત્ની તથા એક્ટ્રેસ માહી વીજ આજકાલ પરેશાન થઈ ગયા છે.

માહી વીજને તેના જ કૂકે ચાકુ વડે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. એ પછી એક્ટ્રેસે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કૂકની અટકાયત કરી છે.

માહીએ જાણકારી આપતા કહ્યુ હતુ કે, મારા ઘરમાં કામ કરતો કૂક ઘરમાં સતત ચોરી કરી રહ્યો હતો. આ વાત જાણ્યા બાદ અમે તેને નોકરી પરથી કાઢી મુકવાનુ નકકી કર્યુ હતુ ત્યારે તે આખા મહિનાનો પગાર માંગવા માંડ્યો હતો. અમે તેની માંગણી સ્વીકારવાનો ઈનકાર કર્યો ત્યારે તેણે અમને ગાળો આપવા માંડી હતી અને તેણે ચાકુ વડે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

માહીએ આ ઘટનાનો વિડિયો પણ બનાવ્યો છે. દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે, દિલ્હીમાં પણ આ કૂક આવી હરકત કરી ચુકયો છે અને એ પછી પોલીસ તેની ધરપકડ કરી ચુકી છે.

જોકે માહી અને જય પોતાની નાનકડી દીકરીને લઈને વધારે ચિંતામાં છે. માહી કહે છે કે, મને મારા પરિવારની ચિંતા છે, કારણકે તે મને ખરેખર ચાકુ મારી દેશે તો ...મને કશું થશે તો લોકો વિરોધ કરશે પણ તેનો ફાયદો શું રહેશે....મને લાગે છે કે, તે જામીન પર બહાર આવી જશે.



https://ift.tt/NREGS3m

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ