
- GST એક સરળ, પારદર્શી અને સ્થિર ટેક્સ હશે પણ વાસ્તવિકતા એવી નથી: પાપડ, લીંબુપાણી, પિત્ઝાના ટોપિંગ ઉપર ટેક્સના વિવાદ ઉભા થયા છે!
અમદાવાદ તા. 1 જુલાઈ 2022,શુક્રવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અમલ પહેલા એવી ચર્ચા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે થઇ રહી હતી કે નવી કર પ્રણાલી એકદમ પારદર્શી હશે. આ પ્રકિયા stable એટલે કે સ્થિર હશે. કર વ્યવસ્થા સ્થિર હોય તો બિઝનેસ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ભવિષ્યના નિર્ણય લેવામાં ઓછું જોખમ લાગે છે પણ GSTના અમલના પાંચ વર્ષ પછી પણ આ કર પ્રકિયામાં સ્થિરતા નથી આવી. કરની વ્યવસ્થા, નિયમો અને કર આકારણી માટેની ટેકનોલોજી સિવાય સતત થતા ફેરફારો પણ તેને વધુને વધુ જટિલ બન્વશે.
પાંચ વર્ષના ૧૮૨૫ દિવસમાં સરકારે જાહેરનામાં થકી ૩૯૨ અને સર્ક્યુલર બહાર પાડી બીજા ૧૭૯ એમ કુલ ૫૭૧ ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં GST કાઉન્સિલમાં તા.૨૮-૨૯ની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય હજુ બાકી છે. આમ, સરેરાશ દર ત્રણ દિવસે જો ફેરફાર કરવામાં આવે તો કરદાતા, ટેક્સ પ્રોફેશનલ કે અન્ય કેવી રીતે આ વ્યવસ્થા ઉપર ભરોસો મૂકી શકે?

વસ્તુઓ ઉપર કેટલો ટેક્સ લાગે તેના હાસ્યાસ્પદ નમૂના!
આ ઉપરાંત, ટેક્સ ક્યા દરે લેવો અને ચીજનું વિવરણ પણ એક મોટો અને જટિલ પ્રશ્ન છે. ચોખાના પાપડ કે અડદના પાપડ ઉપર ટેક્સ કેટલો લેવો? હોટલમાં સર્વિસ ચાર્જ કેવી રીતે નક્કી કરવા? ફ્રાયમ્સ કોને કહેવાય અને નુડલ્સ કે પાસ્તા કેવા હોય તેના અંગે વિવિધ સ્તરે વિવિધ પ્રકારના પેચીદા હુકમ સરકાની ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ (AAR)માં આવ્યા છે. આ અંગે કેટલા કેસ ચાલી રહ્યા છે તેનો અંદાજ જ નથી.
કરવેરાની આકારણી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નાઅમલ થયા પછી ખાખરા, પિત્ઝા, પિત્ઝાના ટોપિંગ, પાપડ, ફ્રાયમ્સ એવા વિચિત્ર વિવાદો બાદ હવે નવો વિવાદ પણ છે જેની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. વિવાદ એવો છે કે એક્સાઈઝની આકારણી માટે નિમ્બુઝ (Nimbooz) એ કેવા પ્રકારનું પીણું કહેવાય? આ પીણાંની લીંબુની બનાવટ ગણવી, ફ્રુટના પલ્પમાંથી બનેલો જ્યુસ ગણવો કે સામાન્ય ફ્રુટ ડ્રીંક ગણવું?
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t0DcYH5 https://ift.tt/jhUvZRB
0 ટિપ્પણીઓ