
સુરત,તા.1 જુલાઈ 2022,શુક્રવાર
સુરત શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં 17 વૃક્ષ તૂટી પડતા આખો દિવસ ફાયર બ્રિગેડ દોડતી રહી હતી
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ગઈકાલે રાતથી આજે સવાર દરમિયાન સુરત શહેરમાં ઠંડા પવન સાથે વરસાદ પડ્યો હતો જેના લીધે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં 17 થી વધુ ઝાડ તૂટી પડ્યા હતા. જેમાં નાનપુરા, સગરામપુરા, ભટાર રોડ, પનાસગામ, રીંગરોડ, કુંભારિયા, બમરોલી રોડ, પાંડેસરા, સિંગણપોર, અડાજણગામ, પાલ રોડ, જહાંગીપુરા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને લીધે રાતથી આજે દિવસ દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો વિવિધ વિસ્તારોમાં જઇ ઝાડ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
https://ift.tt/D1ng0WZ from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KqlmNLO
0 ટિપ્પણીઓ