
- ચેરમેન પદે થી દુર કરવાનો તખ્તો સર્કિટ હાઉસ, APMC અને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગોઠવાયો હતો.
- ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ દેસાઈ અને રાજ્યના કૃષિ મંત્રી મુકેશ પટેલ મારા ઘરે આવીને રાજીનામું આપવા કહ્યું
સુરત,તા.2 જુલાઈ 2022,શનિવાર
સુરત APMCના ચેરમેન તરીકે રહેલા રમણ જાનીએ આજે એકાએક રાજીનામું આપી દેતા અટકળોનો અંત આવ્યો છે. રાજકારણની જેમ એવી સ્થિતિ ઉદભવી છે કે રાજીનામું આપવું પડ્યું છે. આવનાર વર્ષોમાં સહકાર ક્ષેત્ર ઘાતક પુરવાર થશે.
છેલ્લા બે મહિનાથી સુરત APMCના ચેરમેન રમણ જાનીના રાજીનામાને લઈને ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો હતો. આંતરિક જૂથબંધી અને ભ્રષ્ટાચારના આક્ષેપ નકાર્યા હતા પોતાને ચેરમેન પદે થી દુર કરવાનો તખ્તો સર્કિટ હાઉસ, APMC અને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગોઠવાયો હતો. તેમને વધુમાં જણાવ્યું હતું કે મને રાજીનામું આપવા માટે ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ દેસાઈ અને રાજ્યના કૃષિ મંત્રી મુકેશ પટેલ મારા ઘરે આવીને રાજીનામું આપવા માટે કહ્યું હતું મારા પર કોઈ ભ્રષ્ટાચારના આરોપ નથી.બધો વ્યવહાર ચોખ્ખો છે.
શા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા તે એક પણ સભ્યે કહ્યું નથી
આગામી સોમવારે APMC માં ચેરમેન રમણ જાની વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત અંગે બેઠક મળનારી હતી.તે બેઠક પહેલા જ આજે રાજીનામું આપ્યું હતું.આ રાજીનામા અંગે કોને દબાણ કર્યું, કોના કહેવાથી રાજીનામું આપ્યું, સંદીપ દેસાઈ જવાબદાર છે આવા વિવિધ પ્રશ્નો પૂછ્યા હોવા છતાં સેના માટે મારી પર અવિશ્વાસ છે તે હજુ સુધી કોઈ સભ્યે આવીને આ અંગે કશું કહ્યું નથી.
https://ift.tt/kbwEeMW from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hWdv975
0 ટિપ્પણીઓ