
- રેખાએ હિન્દી સિનેમામાં 1970માં આવેલી ફિલ્મ સાવન ભાદોનથી ડેબ્યૂ કર્યું હતું
મુંબઈ, તા. 02 જૂલાઈ 2022, શનિવાર
રેખા તેના સમયની એક સફળ અભિનેત્રીમાંથી એક છે. રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે અને તેનો જન્મ 1947માં થયો હતો. રેખાએ બોલીવૂડની એક નામાંકીત અભિનેત્રી છે. રેખાએ પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ એક્ટર તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમ કરી હતી. સાથે જ હિન્દી સિનેમામાં તેણે 1970માં આવેલી ફિલ્મ સાવન ભાદોનથી ડેબ્યૂ કર્યું હતું. 2010માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેખાની માતાનું નામ પુષ્પાવલી અને પિતાનું નામ જેમિની ગણેશન છે.
કહેવાય છે કે, રેખાના પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા નહોતા. રેખાના માતા-પિતા સાઉથની ફિલ્મોના જાણીતા નામ છે. જૈમિની ગણેશે એક લગ્ન કર્યા હતા અને વધુ 3 મહિલાઓ સાથે સંબંધો હતા. રેખાને 7 બહેનો અને 1 ભાઈ છે. રેખાની તમામ બહેનો એકબીજા સાથે સારા સંબંધ ધરાવે છે.
રેખાની એક બહેનનું નામ કમલા સેલ્વરાજ છે તે એક ડોક્ટર છે. કમલાની દીકરીનું નામ પ્રિયા સેલ્વરાજ છે. પ્રિયા પોતાની માતાની જેમ ડોક્ટર છે અને તેનું ચેન્નાઈમાં ઘણું નામ છે. રેખાની ભાણી પ્રિયા લુકમાં રેખા જેવી લાગે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી બધી તસવીરો છે. તેનો ફોટો જોઈને ચાહકો રેખાને યાદ કરી રહ્યા છે. ચાહકોને પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ તો બિલકુલ રેખાની કોપી લાગે છે.
https://ift.tt/gZcJYo3
0 ટિપ્પણીઓ