- તાઇવાનના લોકો સાથેની અમેરિકનોની એકતા પહેલા કરતા વધુ મહત્ત્વની છે : દુનિયા સમક્ષ નિરંકુશતા વિ. લોકતંત્રનો વિકલ્પ છે
નવીદિલ્હી, તૈપી : તાઇવાન પહોંચેલા અમેરિકી કોંગ્રેસ (સંસદ)ના 'હાઉસ ઑફ રેપ્રિઝેન્ટેટીવ્ઝ' (લોકસભા)ના અધ્યક્ષ નેન્સી પેલોસીએ તૈપીમાં તાઇવાનની જનતા અને અમેરિકાની જનતા વચ્ચેની એકતાનો સંદેશો આપ્યો હતો. તેઓએ કહ્યું : અમે અહીંયા તમારી વાત સાંભળવા અને તમારી પાસેથી શીખવા આવ્યા છીએ.
તે સર્વવિદિત છે કે, પેલોસીની અમેરિકાની સંસદના પણ કેટલાક સભ્યો તાઇવાનની યાત્રાએ તૈપી પહોંચ્યા છે. પેલોસીએ કહ્યું : આપે કોરોના ઉપર મેળવેલી સફળતા અંગે આપને વધાઈ આપીએ છીએ આ સાથે તેઓએ તાઇવાનની જનતા સાથે અમેરિકાની જનતાની એકતાનો પણ સંદેશો તેઓએ આપ્યો હતો સાથે કહ્યું કે અમારું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ મારી સાથે અહીં આવ્યું છે તે જ દર્શાવે છે કે તાઇવાનના જીવંત લોકતંત્રને અમેરિકા સમર્થન આપે છે. અમારી આ યાત્રા સિંગાપુર, મલયેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત હિન્દ પ્રશાંત મહાસાગરની વ્યાપક યાત્રાના એક ભાગરૂપ છે. જે પારસ્પરિક સુરક્ષા આર્થિક ભાગીદારી અને લોકતાંત્રિક શાસન પર કેન્દ્રીત છે.
તેઓએ આગળ કહ્યું કે, તાઇવાનના ૨.૩ કરોડ લોકો સાથેની અમેરિકાની એકતા આજે પહેલા કરતા પણ વધુ મહત્ત્વની છે. કારણ કે દુનિયા આજે નિરંકુશતા અને લોકતંત્ર વચ્ચેના વિકલ્પનો સામનો કરી રહી છે. અમારી આ યાત્રા અમેરિકાની નીતિનું જ ખંડન નથી કરતી યથાવત્ પરિસ્થિતિમાં એકતરફી કરાતા ફેરફારનો વિરોધ કરે જ છે, કરતું પણ રહેશે.
ઋતુ પરિવર્તન અંગે કહ્યું હતું કે, તે માટે તાઇવાનના નેતાઓ અમારી સાથે વાતચીત કરવાના છે.
નેન્સી પેલોસીએ તેઓના ટૂંકા વકતવ્યમાં હિન્દ પ્રશાંત મહાસાગર વિસ્તારને સ્વતંત્ર, ખુલ્લા અને મુક્ત ક્ષેત્ર તરીકે રાખવા ઉપર ઘણું જ વજન મૂક્યું હતું. જે સવિશેષ ઉલ્લેખનીય છે.
પોતાના આ પ્રાંરભિક વકતવ્યના અંતે આ અમેરિકી નેતાએ તાઇવાનની ટોપ લિડરશીપની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, તમોએ જે હિંમત દર્શાવી છે તે માટે તમો ધન્યવાદને પાત્ર છો. સમગ્ર દુનિયા તેની કદર કરે છે. અમારી આ યાત્રા માનવ અધિકારો, અનુચિત વ્યાપાર પ્રથાઓ તથા સંરક્ષણ મુદ્દાઓ અંગે પણ છે. દરમિયાન પેલોસીને આવકારતા તાઇવાનના રાષ્ટ્રપતિ આઇ ઇંગ વેને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, પેલોસી તાઇવાનના સાચા મિત્રો પૈકીના એક છે. આ સાથે હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે, તાઇવાન ચીની આક્રમણનો કટ્ટર સામનો કરશે જ.
https://ift.tt/X09AcTb from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/19AijCn
0 ટિપ્પણીઓ