Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: પાણી નહીં : આપણે ઝેર પી રહ્યાં છીએ, આંકડા ચોંકવનારા નથી : ડરાવનારા છે

પાણી નહીં : આપણે ઝેર પી રહ્યાં છીએ, આંકડા ચોંકવનારા નથી : ડરાવનારા છે


- 14 પૈકી 419 જિલ્લામાં સીસું અને યુરેનિયમ પણ છે

- સરકારે જ જણાવ્યું છે કે દેશના 209 જિલ્લામાં ગ્રાઉન્ડ વૉટરમાં આર્સેનિક છે, 419 માં લોહ છે ઉપરાંત સીસું, યુરેનિયમ, ક્રોનિયમ, કેડનીયમ છે

- આપણે બધા રેડીયો-અક્ટિવ થઈ જાશું ?

નવી દિલ્હી : દેશભરમાં પાણીની ક્વોલિટી ખરાબ થઈ રહી છે. સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના લગભગ તમામ રાજ્યોમાં ગ્રાઉન્ડ વોટરમાં ઝેરી ધાતુઓની માત્રા નિશ્ચિત પ્રમાણ કરતાં ઘણી વધુ છે. દેશના ૨૦૯ જિલ્લાઓમાં ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિક (સોમલ) મળી આવ્યું છે. જ્યારે ૪૯૧ જિલ્લાઓમાં લોહની માત્રા ઘણી વધુ છે. આ ઉપરાંત ક્રોનિયમ, ક્રેડેનીયમ અને સીસા તથા યુરેનિયમ પણ મળી આવ્યા છે.

તે સર્વવિદિત છે કે જીવતા રહેવા માટે પાણી અનિવાર્ય છે. શરીરમાં ૬૬% તો પાણી જ હોય છે. આપણા મગજમાં ૭૫%, હાડકાઓમાં ૨૫ ટકા અને લોહીમાં ૮૩% પાણી હોય છે.

એવી ગણતરી છે કે એક વ્યકિત પોતાના જીવન દરમિયાન આશરે ૭૫ હજાર લીટર પાણી પીવે છે. કોઈ પણ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે રોજ ઓછામાં ઓછુ ૨ લીટર પાણી તો પીવું જ જોઈએ. પરંતુ શું તે પાણી આપણને તંદુરસ્ત રાખી શકે છે ? તો તેનો ઉત્તર 'ના' છે.

વાસ્તવમાં આપણે જે પાણી પીએ છીએ તે ઝેર બની ગયું છે. આ હકીકત સરકારે સંસદમાં પણ સ્વીકારી છે. રાજ્યસભામાં તેણે આપેલા આંકડા માત્ર ચોંકાવનારા જ નથી, ડરાવનારા છે. દેશના મોટા ભાગના જિલ્લાઓ તેવા છે કે જયાં ભૂમિગત જળ (ગ્રાઉન્ડ વોટર) માં વિષમ ધાતુઓની માત્રા નિશ્ચિત પ્રમાણ કરતાં વધુ જાણવા મળી છે.

(૧) ૨૫ રાજ્યોના ૨૦૯ જિલ્લાઓમાં ગ્રાઉન્ડ વોટરમાં આર્સેનિકનું પ્રમાણ ૦.૦૧/લીટર થી વધુ છે. (૨) ૨૯ રાજ્યોના ૪૯૧ જિલ્લાના કેટલાક ભાગોમાં ગ્રાઉન્ડ વોટરમાં આયર્નનું પ્રમાણ ૧ મિલિગ્રામ/લીટર થી વધુ છે. (૩) ૨૧ રાજ્યોના ૧૭૬ જિલ્લા તેવા છે કે જયાં સીસાનું પ્રમાણ ૦.૦૧ મિલિગ્રામ/લીટર થી વધુ છે. (૪) ૧૧ રાજ્યોના ૨૯ જિલ્લામાં કેડનીયમની માત્રા ૦.૦૦૩ મી.ગ્રા./લીટર થી વધુ છે. (૫) ૨૬ રાજ્યોમાં ૬૨ જિલ્લાઓમાં ગ્રાઉન્ડ વોટરમાં ક્રોનિયમની માત્રા ૦.૦૫ મી.ગ્રા./લીટર થી વધુ મળી છે. (૬) જ્યારે ૧૮ રાજ્યોમાં ૧૫૨ જિલ્લા તેવા છે કે જેના કેટલાક ભાગોમાં ગ્રાઉન્ડ વોટરમાં યુરેનિયમ ૦.૦૩ મિ.ગ્રા./લીટર થી વધુ મળી આવ્યું છે. આ અંગે કેટલાકે વ્યંગ કર્યો હતો કે જે લોકો યુરેનિયમવાળું પાણી પીતા હશે તેવો કદાચ રેડીયો એકટિવ થઈ જવાની પણ ભીતિ રહી છે.

પ્રશ્ન તે છે કે સરકાર તે માટે શા પગલાં લે છે. લગભગ કશા નહીં.



https://ift.tt/1zwnbFD from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mUhHobu

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ