મ.પ્ર.ની મહિલાએ વાઘના મોંમાંથી 15 મહિનાના પુત્રને બચાવી લીધો


- એક અસામાન્ય ઘટના

- માતા અને પુત્રને ઉમરિયા ગામની હોસ્પિટલમાં સારવાર અપાય છે : ડિસ્ટ્રિક્ટ કલેકટર સંજીવ શ્રીવાસ્તવે હોસ્પિટલ પહોંચી બંનેના ખબર પૂછયા

ઉમરિયા (મ.પ્ર.) : મધ્ય પ્રદેશના એક ગામની ૨૫ વર્ષની એક મહિલાએ અસામાન્ય હિંમત દર્શાવી તેના ૧૫ મહિનાના પુત્રને વાઘના મોંમાંથી બચાવી લીધો છે. આ બંનેને અત્યારે અહીંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ મધ્ય પ્રદેશના બાંધવગૃહ ટાઇગર રિઝર્વના માલાબીર જંગલ વિસ્તારનાં રોહાનિયા ગામની એક ૨૫ વર્ષીય મહિલા અરૂણા ચૌધરી તેના ૧૫ મહિનાના પુત્રને લઈ આ વિસ્તારમાંથી પસાર થતી હતી. ત્યાં બાથરૂમ જવા તેણે પોતાના પુત્રને બાજુમાં મુકી દીધો. ત્યારે જ એક વાઘ ઓચિંતો ધસી આવ્યો અને ૧૫ મહિનાના તે પુત્રને મોંમાં ઉઠાવી લીધો ત્યારે તે મહિલાએ પાસે રહેલું લાકડું વાઘનાં મોં ઉપર મારવા લાગી સાથે રાડારાડી કરતાં આજુબાજુના ગામ લોકો ધસી આવ્યા, તેથી વાઘ તે બાળકને પડતું મુકી જંગલાનાં ઊંડાણમાં નાસી ગયો. પરંતુ તે દરમિયાન તેણે મહિલાના કમર ઉપર અને હાથ ઉપર પંજા મારી દીધા હતા.

અત્યારે અર્ચનાને અહિંની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તેના પુત્રને પણ સારવાર અપાઈ રહી છે. જયાં ડિસ્ટ્રીક્ટ કલેકટર સંજીવ શ્રીવાસ્તવે પણ તે બંને ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ તબીબો પાસેથી સારવાર અંગે માહિતી પણ મેળવી હતી અને કહ્યું હતું કે તેઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરશે. જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે તે વાઘના સગડ શોધી રહ્યું છે.

અર્ચનાના પતિ ભોલા પ્રસાદે જણાવ્યું હતું કે અર્ચનાને કમર, હાથ અને વાંસામા વાઘે પંજા માર્યા હતા. જયારે તેમના પુત્રને ગરદન અને વાંસામા ઈજાઓ થઈ છે.

જો કે આ બંનેની સઘન સારવાર થઈ રહી છે.



https://ift.tt/mL2JkVc from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7dyISoe

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ