દાહોદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, મુવાલિયા ગામમાં વીજળી પડતાં પિતા-પુત્રનું મોત


Heavy rain in Dahod : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આજે શનિવારે (14 જૂન) ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના 14થી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેમાં દાહોદમાં સાંજના સમયે આવેલા ભારે વરસાદમાં વીજળી પડતા મુવાલિયા ગામે પિતા-પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 

દાહોદમાં વીજળી પડતાં પિતા-પુત્રનું કરૂણ મોત

રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે 14 જૂને દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાતાં જોરદાર વરસાદ ખાબક્યો હતો.


https://ift.tt/kYJeTAa
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oeq63hI
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ