Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રૂ.૨૪ કરોડના છેતરપિંડી કેસમાં ગાઝીયાબાદથી આરોપીની ધરપકડ

રૂ.૨૪ કરોડના છેતરપિંડી કેસમાં ગાઝીયાબાદથી આરોપીની ધરપકડ

અમદાવાદ

છ કરોડ રૂપિયાની લોનની સામે સિક્યોરીટી પેટે ફરિયાદી પાસેથી રૂપિયા ૨૪ કરોડના શેર લીધા બાદ રૂપિયા ૧૬ કરોડમાં બારોબાર વેચાણ કરીને છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે  ગાઝીયાબાદથી એક આરોપીની ધરપકડ કરીને તેના દશ દિવસના રિમાન્ડ મેળવીને અનેક મહત્વની વિગતો મેળવી હતી. જે અંગે આગામી દિવસોમાં વધુ ધરપકડ કરવામાં આવશે. અમદાવાદમાં રહેતા શશીન પટેલે જીએસવી સિક્યોરીટી અને ગાયીઅલી  મેનેજમેન્ટ કંપનીમાંથી રૂપિયા છ કરોડ લોન લઇને સિક્યોરીટી પેટે સદભાવ એન્જીનીયરીંગના રૂપિયા ૨૪ કરોડના શેર આપ્યા હતા.  જો કે જોન્ના વેંકટા  રાવ, નવીન પરાશર (રહે.સેક્ટર-૩, નોઇડા) સહિત સાત લોકોએ આ શેર્સને બારોબાર રૂપિયા ૧૬ કરોડ રૂપિયામાં વેંચી દીધા હતા. જે અંગે સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જે સંદર્ભમાં સીઆઇડી ક્રાઇમની એક ટીમ દ્વારા ગાઝીયાબાદથી નવીન પરાશરને ઝડપી લીધો હતો અને તેના રિમાન્ડ મેળવીને મહત્વના મુદ્દાઓ અંગે પુછપરછ કરવામાં આવતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 



https://ift.tt/JVq8H63

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ